શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતાબેન રજવાડી
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનું ચમારીયા ગામની પ્રાથમિક શાળા ખાતે ગત રોજ તાલુકા કક્ષાનો 71મો વન મહોત્સવ યોજાયો હતો, વાલિયા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ પણે તેમનાં નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં ગામના સરપંચ લક્ષ્મીબેન ઈશ્વરભાઈ વસાવા, યૂથ પાવરના અધ્યક્ષ રજની વસાવા અને તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી.ડામોર, મામલતદાર એલ.આર.ચૌધરી તેમજ શાળાના શિક્ષકો સહીત અનેક ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં માનવજીવનમાં વૃક્ષોનું મહત્વ સમજવામાં આવ્યું હતું, અને વૃક્ષારોપણ માટે સમગ્ર લોકોએ શપથ લીધા હતાં અને પોતાનાં ઘરે એક વૃક્ષ અવશ્ય રોપવા સંકલ્પ કર્યો હતો, સમગ્ર કાર્યક્રમ સામાજિક વનીકરણ રેંજ વાલિયાનાં વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, આ સમગ્ર સફળ કાર્યક્રમ માટે શાળાના મુખ્ય સિક્ષક દ્વારા દરેક મહાનુભાવોનો અને હાજર સમગ્ર લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.