શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વલસાડ, ડાંગ રામુભાઈ માહલા
રાજ્ય સરકાર દ્વારા ચાલતી 181 અભ્યમ મહીલા હેલ્પલાઇન ખરા અર્થમાં આશીર્વાદ રૂપ સાબીત થઇ રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ધોબીતળાવ વિસ્તારમાંથી એક યુવતી 181 ટીમને કોલ કરી જણાવેલ કે તેમની બે નાની ભાણેજ કચ્છ ભુજ માં રહે છે. જેઓને તેમની મમ્મી સાથે નજીવી બાબતે બોલચાલ થતાં તેઓ પરીવારને કોઈ પણ જાણ વગર ત્યાંથી વગર ટીકીટે વલસાડ આવી ગયેલ અને પછી સ્ટેશનથી તેમનાં ઘરે આવેલ જેથી તેઓના ઘરે રાખેલ પરંતુ રાત્રીના સમયે તેમનાં પાડોશીના ઘરે જતાં રહેલ. અને આ વાતની જાણ થતાં તેમનાં માસા છેડતી કરવાનો પ્રયાસ કરેલ જેથી તેઓ પાડોશીના ઘરે જતાં રહેલ તેમ જનાવેલ. અને પોટી તેમનું અફેર છે તેમ છતા માનવા રાજી ન હતા. જેથી તેઓએ બન્ને દીકરીઓના માતા-પિતાને જાણ કરી બોલાવેલ. અને કૉલ મળતાં જ અભ્યમની ટીમ સ્થળે પહોંચીને કબજૉ મેળવ્યો હતો. અને સગીરાની મુશ્કેલી જાણ્યા બાદ યોગ્ય માર્ગદર્શન આપી અંતે પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું.
સગીરા સાથે 181 ની ટીમ વાત કરતાં જાણવા મળ્યું કે તેઓ તેમની બહેન મોબાઈલમાં વિડિયો કોલિંગ કરી વાતચીત કરતા હતા. જેથી તેમની માતા તેમને થપકો આપેલ જેથી બંને દિકરીઓ ને માથું લાગી આવતાં તેઓ ઘરે તાળું મારી પાડોશીના ઘરે ચાવી આપી અને ગભરાઈને વલસાડ આવવા નીકળી ગયેલ. ત્યાં તેમનાં મામાં માશી રહેતાં હોવાથી તેમનાં ઘરે આવેલ. અને રાત્રે તેઓ તેમના ઉપરના મકાનમાં રહેતા એક યુવકના ઘરે જતાં રહેલ. અને તેમની માસીને જાણ થતા તેઓ ત્યાં જઈને બોલાવતા સગીરા તેમનાં માસા છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ લગાડ્યો હતો. જેથી તેમનાં માસી 181 ટીમની મદદ માંગી હતી. જેથી ઘટના સ્થળ પર પહોંચી બંને સગીરાઓ સાથે વાતચીત કરી અને તેમનાં માતા પિતા ને જાણ થતાં તેઓ પણ આવી ગયા હતા. એને બને સગીરાઓ ને પણ આવી નાની બાબતોને કારણે આવી રીતે ઘરેથી નીકળી ન જવા માટે જણાવેલ અને હાલના સમયમાં ભણતર પર ધ્યાન આપી પોતાનાં કરિયર પર ધ્યાન આપવા માટે જણાવેલ અને તેમનાં માતા પિતા ને પણ છોકરીઓનું ધ્યાન આપવા માટે જણાવી બંને દિકરીઓ ને તેમનાં માતા પિતા ને સોંપેલ છે.