ખેતીવાડીદક્ષિણ ગુજરાત

ખુશાલપુરા ખાતે શ્રીઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ની “શેરડી પીલાણ સીઝન 2023-24“ નો શુભારંભ:

ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી વ્યારા સુગર ફરી ધમધમતી જોવા મળશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વર્ષોની અંધકારમાં રહેલી વ્યારા સુગર ફેક્ટરી દિવાળીના દિવસે પ્રકાશ ફેલાયો..

રાજ્યનાં મંત્રીશ્રી નાં હસ્તે વ્યારા સુગરમાં શેરડીનું પિલાણ કાર્યની શરૂઆત કરવામાં આવી.

તાપી જીલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી વ્યારા સુગર ફરી ધમધમતી જોવા મળશે.

રાજ્યની સરકાર નો આભાર માનવો જોઈએ જેમના સહયોગ થી આજે વ્યારા સુગર જીવંત થઈ :- મંત્રી કુંવરજી હળપતિ.

આજ રોજ પ્રકાશ પર્વ દિવાળીના શુભ દિવસે તાપી જિલ્લાના ખુશાલપુરા ખાતે શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ની “ શેરડી પીલાણ સીઝન 2023-24 “ નો શુભારંભ કરાવ્યો.

વ્યારા: તાપી જિલ્લાનાં ખેડૂતનો જીવાદોરી ગણાતી શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. જે વર્ષો થી બંધ હાલતમાં જોવા મળતી હતી તે સુગર ફેકટરીને ફરી શરૂ કરી ચાલુ વર્ષનું પિલાણ કરવાની શરૂઆત તાપી જિલ્લાના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સહિત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિનાં હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે તાપી જિલ્લાવાસીઓને ભૂતકાળની જેમ આવનાર દિવસોમાં વ્યારા સુગર ફેક્ટરી ધમધમતી જોવા મળશે.

છેલ્લાં ૧૮ વર્ષ થી બંધ પડેલ વ્યારા સુગરને તાપી સુરત જિલ્લાનાં સહકારી આગેવાનો અને ગુજરાત સરકારના સહયોગ થી ફરી આજે જીવંત કરવામાં આવી છે. આજરોજ દિવાળીનાં પવન પર્વ નિમિતે વ્યારા સુગર ફેક્ટરીમાં રાજ્ય સરકારનાં મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિનાં હસ્તે પિલાણની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ જણાવ્યું હતું કે મારા પ્રભારી મંત્રી બન્યાં બાદ સુગર શરૂ કરવાની સરકાર માં રજુઆત કરવામાં આવી અને સરકારના ૩૦ કરોડ નાં સહયોગ બાદ આજે સુગર ફેકટરી શરૂ થઈ છે.

 આ પ્રસંગે રાજ્યનાં આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સુગર ફેકટરી શરૂ થઈ છે હવે લોકો એ વિશ્વાસ મુકવો પડશે આ વિસ્તારમાં ખેડૂતોની શેરડી પહેલા લૂંટાઈ હતી ઘર પરિવાર નાં ચાલે તેવા ભાવ મળતા હતા હવે તેવા દિવસ ગયા. રાજ્યનાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના સહકાર થી આજે વ્યારા સુગર ને સરકાર દ્વારા ૩૦ કરોડની રકમ ફાળવીને જીવંત કરવામાં આવી છે ત્યારે આપડે સરકારશ્રીનો આભાર માનવો જોઈએ તેવું જણાવ્યું હતું. 

 

આં પ્રસંગે રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત આદિજાતિ ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, સુગરનાં ચેરમેન શ્રી માનસિંગ પટેલ, ચોર્યાસીનાં ધારાસભ્યશ્રી સંદીપભાઇ દેસાઈ, મહુવાનાં ધારાસભ્યશ્રી મોહનભાઈ, વાઇસ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, નિઝરના ધારાસભ્યશ્રી ડો જયરામભાઈ ગામીત, વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, સહિત મોટી સંખ્યાના તાપી અને સુરત જિલ્લાના સહકારી આગેવાનો અને વ્યારા સુગરનાં સભાસદો ખેડૂત મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સુગરનાં વાઇસ ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ અને આભાર વિધિ વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી દ્વારા કરવામાં આવી હતી અને પ્રસંગે મોટી સંખ્યાના વ્યારા સુગરનાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है