શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, નર્મદા સર્જન કુમાર વસાવા
પ્રોહીબીશન તથા જુગારના દુષણને ડામવા માટે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સા.શ્રી.નાઓ તરફથી વધુમાં વધુ બાતમીદારો રોકી પ્રોહીબીશન/જુગારના કેસો શોધી કાઢવા સારૂ જરૂરી સૂચનાઓ મળેલ હોય જે સુચના આધારે ના.પો.અધિ.સા. શ્રી રાજેશ પરમાર સાહેબ રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓના માર્ગદર્શન મુજબ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા સારૂ જરૂરી સૂચનાઓ મળેલ હોય જે આધારે પો.સ.ઇ. શ્રી.એ.આર.ડામોર નાઓના સીધા સુપરવિઝન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.માં હાજર હતા તે દરમ્યાન અ.હે.કો.મહેન્દ્રભાઇ નટવરભાઇ બ.નં.૭૨૩ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, મોજે-ખાબજી ગામે દમણીયા ફળીયામાં ટેકરા ઉપર લાઇટના અજવાળામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ બે પંચોના માણસો સાથે રેઇડ કરતા કેટલાક ઇસમો બાતમીવાળી જગ્યાએ લાઇટના અજવાળામાં ગોળ કુંડાળું વળી પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જેથી તેઓને કોર્ડન કરી રેઇડ કરતા સ્થળ ઉપરથી
આરોપી-(૧) જયેશભાઇ રતીલાલભાઇ વસાવા, (૨) નિતીનભાઇ નરપતભાઇ વસાવા , (૩) રવિન્દ્રભાઇ ગંભીરભાઇ વસાવા, (૪) રાયસીંગભાઇ બેડીયાભાઇ વસાવા, (૫) કાંતીલાલભાઇ અમરસીંગભાઇ વસાવા , (૬) વિક્રમભાઇ બચુભાઇ વસાવા તમામ રહે.ખાબજી તા.દેડીયાપાડા જિ.નર્મદા તથા (૭) મનોજભાઇ સોમાભાઇ વસાવા રહે.નાના મંડાળા તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓની અંગ ઝડતીના રોકડા રૂ.૧૧,૩૯૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૭૫૦/- તથા મોબાઇલ નંગ-૫ ની કિં.રૂ.૭૦૦૦/- તથા પત્તા પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૧૯,૧૪૦/- નો ગણી જુગારના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવી પકડાઇ ગયેલ હોય તેમજ આરોપી-(૧) પ્રતાપભાઇ વેસ્તાભાઇ વસાવા (૨) બીપીનભાઈ નગીનભાઇ વસાવા (૩) સંજયભાઇ ચંદુભાઇ વસાવા (૪) પરીયોજાઇ રામેશ્વરભાઇ વસાવા ચારેય રહે. ખાબજી તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓ પોલીસ-પંચોની રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય જેથી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.