શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત બ્યુરો ચીફ નલિન ચૌધરી
ડી.વાય.એસ.પી.જાડૅજા સાહેબ તથા કોસંબા પી.એસ.આઈ ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવેલ છે કે અમે કાંતિલાલ એન પરમાર. અનુસૂચિત જાતિ આગેવાન અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કાંતિભાઈ પરમાર અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમના દ્વારા કરાયેલ ફરિયાદમા હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે 18-09-2020 ના કોસંબામાં અસામાજિક તત્વોએ ભારતરત્ન બંધારણના ઘડવૈયા પરમપૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ઇરાદાપૂર્વક ખંડિત કરવામાં આવી હતી અને અમે તમામ અનુસૂચિત જાતિના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને માનનારા વર્ગની લાગણીને ઠેસ પહોંચી છે.જેથી મારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે સહ ફરિયાદ છે કે આવા અસામાજીક તત્વોને તાત્કાલિક અસર થી પકડી પાડી તેઓને વિરુદ્ધમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો 1889 સુધારો 2018 હેઠળ કાયદેસર તથા દેશદ્રોહની કલમ લગાવી કાયદેસરની ફરિયાદ દાખલ કરવાની માંગણી અને લાગણી છે.
વિશેષમાં જણાવ્યું કે ડૉ.બાબાસાહેબની પ્રતિમા છે તેની આજુબાજુની દુકાનોના સીસીટીવી ફૂટેજ હોવાથી આરોપીઓ પકડાઈ જશે એટલી વિનંતી છે. જેમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કાંતિભાઈ પરમાર અને કિશનભાઇ સોલંકી, પીપોદરાના આગેવાન મહેશભાઈ પરમાર,કીમ ના આગેવાન જગદીશભાઈ જાંબુ, ચિરાગભાઈ સોલંકી, અનવર ભાઈ, કોસંબા તરસાડી નગરપાલિકાના કોર્પોરેટર ભાવેશભાઈ પરમાર,મનહરભાઈ ઇલાવિયા,ભાનુભાઈ ચૌહાણ, કાળુભાઈ વસાવા વગેરે હાજર રહ્યા હતા.