દક્ષિણ ગુજરાત

કોરોના ફાઈટર એવા 108 પાઈલોટ અને ઈમરજન્સી સ્ટાફે રંગોળી પુરી વાઘબારસ ઉજવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

12 વર્ષ થી 108 પાઈલોટ ની ફરજ નિભાવતા ઉસ્માન કુરેશી સૌથી ઓછાં સમયમા ક્વીક રીસ્પોન્સ આપવા બદલ ગુજરાત લેવલે સન્માનિત થઈ ચુક્યા છે:

રાજપીપળા 108 ની ટીમ એ કોરોના ફાઈટર કોરોના ને ઈંજેક્શન આપી દુર ભગાડતી પ્રતિકાત્મક રંગોળી, રંગબેરંગી રંગો થી બનાવી બારસ ની ઉજવણી કરી હતી. લોકો ના સ્વાસ્થ્ય અને ઈમરજન્સી સેવા માટે ખડે પગ સેવા બજાવતાં 108 ના સ્વાસ્થ્ય કર્મીઓ, પાઈલોટ ઉસ્માન કુરેશી, ઈ.એમ.ટી સરોજબેન રાવલ, અને ઈ.એમ.ટી અમરતભાઈ ઠાકોરે કોરોના વાયરસ ને મ્હાત આપતી રંગોળી પુરી પોતાની કલા પ્રદર્શન કરવાની શાથે શાથે બારસ ની ઉજવણી કરી હતી.

આખા ભારતવર્ષમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરશે ત્યારે પણ પોતાની ફરજ ઉપર હાજર રહી લોકો ના સ્વાસ્થ્ય અને સુરક્ષા ની સેવા બજાવતાં સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસ જવાનો પોતાના પરિવાર થી દુર રહી ને ખડેપગ સેવા બજાવતાં હોય છે. સામાન્ય જનમાનસ આવા લોકો ની સેવા અને કામગીરી ને બિરદાવવા ને બદલે એ તેમની ફરજ મા આવે છે એમ સમજે છે પણ પોતાને એમની જગ્યા એ મુકી ને વિચારે ત્યારે એ કલ્પના એમના વિચારો મા પરિવર્તન લાવી શકે છે.

છેલ્લા 12 વર્ષ થી 108 ના પાઈલોટ તરીકે સેવા આપતાં એવા રાજપીપળા ના ઉસ્માન કુરેશી શાથે વાત કરતાં જાણવા મળ્યુ કે તેઓ ને આખાં ગુજરાત મા સૌથી ઓછા સમયમાં ક્વીક ઈમરજન્સી રીસ્પોન્સ આપવા બદલ સન્માન મળી ચુક્યું છે. અને કોરોના સામે ની લડત બદલ ગત 15 મી ઓગષ્ટે કલેકટર નર્મદા હસ્તે કોરોના વોરીયર તરીકે નુ સન્માન મેળવી ચુક્યાં છે, તેમનાં 12 વર્ષ ના અનુભવો વિશે પુછતાં વધુ મા તેમણે જણાવ્યું કુલ સંખ્યા યાદ નથી પરંતું હું હજારો ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી નજીક ના હોસ્પીટલો ઉપર પહોંચાડી ચુક્યો છું. અને અકસ્માત સમયે સ્થળ ઉપર પહોંચી અકસ્માત પામેલ ઈજાગ્રસ્તોને મેડીકલ સારવાર જેમ બને તેમ ઝડપ થી મળે તેમા હું પ્રયત્ન શીલ રહું છું કારણ કે અકસ્માત પામેલા ઈજાગ્રસ્તો માટે એક એક ક્ષણ મહત્વ ની હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है