
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂત મિત્રોને વધુ વરસાદ હોવાના કારણે ખેડૂત ના પાકનું નુકશાન થયેલ છે, કુદરતી આપત્તિ જેવી કે વધુ વરસાદ અને ડુંગર વિસ્તારમાં વધુ વાવા-ઝોડા કારણે મકાઈ, જુવાર, તુવેર , ડાંગર , જેવા પાકોને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે, જેમાં દેડીયાપાડા પૂર્વ વિસ્તા ના 7 ગામોમાં 155.34 હેકટર જમીનમાં 55% to 90% પાક નુકશાનીનું સરકારે કોઈ જવાબ કે વળતર આપ્યું નથી, જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબને રજૂઆત કર્યા બાદ પણ કોઈ ખેડૂતોને સહાય અંગેની કાર્યવાહી કેમ કરવામાં નથી આવી,તેવા આ વિસ્તારના ખેડૂતો માં પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ગ્રામ્ય ખેડૂતો એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી, તેથી ખેડૂતોઆ ગંભીર પ્રશ્નોને લઈને ” નેચરલ વિલેજ ગ્રૂપ – નર્મદા ” ના વોલેન્ટીઅર દ્વારા ગ્રામ સેવક સહિત આજે દુમખલના ખેડૂતોના પાક નુકશાનનું સર્વે કરાયું હતું, નેચરલ વિલેજ ગ્રૂપ – નર્મદા ના અધ્યક્ષ ભરત એસ તડવીએ જણાવ્યું છે કે આ પૂર્વ વિસ્તારના ખેડૂતો ખેતી આધારિત ખેડૂતો છે, આજે લોકડાઉનના મંદીના માહોલમાં ખેડૂતોને કર્જ કે મૂડી ધિરાણ લઈ મોંઘા ભાવના બિયારણ લઈ આજે 90 દિવસ ના પાક ઊભો કર્યો હતો.
આજે રાજ્ય સરકારે દરેક જિલ્લાઓ માં જેતે ભૌગોલિક પરિસ્થિતિના આધારે દરેક ખેડૂતોને નુકશાનીનું વળતર ફાળવેલ છે, આ સ્થાનિક પહાડી જંગલ વિસ્તારમાં પણ આ ભૌગોલિક પરિસ્થિતિના આધારે વળતર મળવું જોઈએ, તો આ સ્થાનિક 7 ગામ ના ખેડૂતો નું કેમ કોઈ વળતર આપવાનો નિર્ણય લીધેલ નથી, તેથી તાલુકા વિકાસ અધિકારી , તાલુકા કૃષિ અધિકારી, પ્રાંત અધિકારી દ્વારા કૃષિ કર્મચારીઓની ટીમ જે તે ગામના પાક નુકશાનીના સ્થળની મુલાકાત કરી ખેડૂતોને વળતર મળે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠી છે.