શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો;
ભરૂચ : દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
આજે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી. આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અતર્ગત ૧૨ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, તેમજ અન્ય સબંધિત વિભાગના અધિકારીઓશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર: સર્જન વસાવા, બ્યુરો ચીફ દક્ષિણ ગુજરાત