શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
માનનીય ગણપતસિંહ વસાવા મંત્રીશ્રી વન, આદિજાતિ કલ્યાણના અધ્યક્ષસ્થાને ઉનાઈ પ્રસિધ્ધ યાત્રાધામ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન:
ઉનાઈ પ્રસિધ્ધ યાત્રાધામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાહેરસભા સાંજે જોરદાર આયોજન અને સંપૂર્ણ ભાજપ જિલ્લાના તથાં તાલુકા સંગઠનનાં તમામ હોદ્દેદારોની હાજરીમાં માનનીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ જેમાં સ્વાગત સાથે ઉનાઈના મુસ્લિમ અગ્રણી ઓ 100 જેટલાં સિણધઈ ગામના રાજમલા ફળીયાના કૉંગ્રેસના આગેવાનો ને ભાજપ નો ખેસ પહેરાવી ખુબ ઉત્સાહ સાથે માનનીય મંત્રી શ્રી ના હાથે ભાજપ ના ભગવો ખેસ ધારણ કરતાં વિકાસ ની યાત્રા ઉનાઈ ધામે નવી આ સ્થાનિક સ્વરાજની ચુંટણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી સાથે મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ એની ચિંતા હવે ભાજપ સરકાર કરશે. ગણદેવી તાલુકા ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલ કે અહીં ના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ખુબ ભાજપ નો વિરોધ કરે છે. જેથી ભાજપ સાથે જોડાઈ જાય અને આ વિસ્તાર નો વિકાસ સાથે મળી કરીએ તેવું મારા મિત્ર વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંતભાઈ પટેલને અમે ભાજપ તરીકે વિનંતી કરીએ છીએ. અમારી સરકાર અનેક યોજના સીધા લાભાર્થીઓ ના ખાતા માં આપીએ. સરપંચશ્રીઓના ગ્રામ પંચાયત ના એકાઉન્ટ માં સીધી સીધી ભાજપ ની સરકાર દ્વારા વિકાસ અર્થે આપીએ છીએ. અને સંકલ્પ આજે ઉનાઈ પ્રસિધ્ધ યાત્રા ધામ થી કરો કે ભાજપ ના ઉમેદવાર ને વિજયી બનાવો અને ઘર આંગણે આવેલ લાભો લેવા ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું.
ધારાસભ્ય ડાંગ વિજયભાઇએ પોતાના મંતવ્યમા જણાવ્યું હતું કે આ વાંસદા તાલુકા કેમ બાકી છે. અમારા ડાંગ ની અંદર કૉંગ્રેસના સૂપડાં સાફ કરી દીધાં છે. હવે આ સ્થાનિક સ્વરાજની ચુંટણી માં સમય પાકી ગયો છે. અને જંગી બહુમતી થી ભાજપ ના ઉમેદવાર ચુંટી લાવવા હાંકલ કરી, ધારાસભ્યએ સભામાં આવેલ આજુબાજુના લોકો ને તાળીઓ પાડવા મજબુર કરી દિધા હતાં અને ભારત માતાના નારા સાથે ગુંજી વળ્યું હતું.
માનનીય ગણપતસિંહ વસાવા સાહેબ એ ભારતમાતાના નારા સાથે પોતાનાં વક્તવ્ય ની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે વાંસદા તાલુકા ના મતદારો માં એક અનેરો અવસર જોવા મળે છે. આ સમગ્ર ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી નો માહોલ જોવા મળી રહયો છે. સમગ્ર વાંસદા તાલુકા ના તમામ મતદારો એ સૈનિક બની મતદાન કરવાનું છે. આવનારી 28 તારીખ સુધીમાં સૈનિક તરીકે કામ કરવાની છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આપણી જ હોય તો કામો થાય. ડાંગ માં 30 કરોડના કામો ફાળવવામાં આવ્યા હતાં. ડાંગ ને 8 કરોડના મોબાઇલ ના ટાવર ફાળવી આપ્યા. હવે વાંસદા ના મતદારો આ ચુંટણી જીતાડશે તો અમે વાંસદા ને પણ કામો ની ફાળવણી કરીશું. ભુતકાળમાં કોઈ સરકારે આવા કામો ન કર્યા હતાં તેવાં કામો નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકાર માં થાય છે. તેવી વિવિધ અનેક યોજનાઓના મુદ્દાની વાતો કરી. ભાજપ ની સરકાર ના વખાણ કરી સભા માં હાજર રહેલ લોકો મતદારો ને માનનીય ગણપતસિંહ વસાવા સાહેબએ જાહેર સભા ને સંબોધન કર્યુ હતું.