
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, ફતેહ બેલીમ સુરત
મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નવી સિવિલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા સ્વચ્છતા અને અંગદાન મહાદાનની રેલી યોજાઈ:
વ્યસન મુક્તિના સંદેશા સાથે સમાજમાંથી નસિલા પદાર્થોના દૂષણ દૂર કરવા તેમજ અંગદાન મહાદાનની રેલી યોજાઈ:
સુરત: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નર્સિંગ એસોસિએશન દ્વારા સ્વચ્છતા, અંગદાન મહાદાન અને વ્યસન મુક્તિની જનજાગૃતિ માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની જન્મજયંતીના અવસરે હાજર સૌએ સિવિલ હોસ્પિટલના વોર્ડ, પ્રાંગણ તેમજ કેમ્પસમાં સ્વચ્છતા રાખીવા તેમજ અંગદાનના શપથ લીધા હતા.
આ રેલીમાં તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, મેડિકલ કોલેજ ઈ. ડિન ડો.રાગીનીબેન વર્મા, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ એસોસિએશના ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો. હોદ્દેદારો, નિલેશ લાઠીયા, વિરેન પટેલ, તબીબો, હેડ નર્સ, સ્ટાફ નર્સ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.