દક્ષિણ ગુજરાત

આહવા કોર્ટનો કડક ચુકાદો: શારીરિક અડપલાં અને હુમલા કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ

મહિલા અને તેના બાળકો પર છરીથી હુમલો કરનારને આહવા કોર્ટનો કડક ફટકો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

આહવા કોર્ટનો કડક ચુકાદો: શારીરિક અડપલાં અને હુમલા કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ

મહિલા અને તેના બાળકો પર છરીથી હુમલો કરનારને આહવા કોર્ટનો કડક ફટકો:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાની એડિશનલ સેશન્સ કોર્ટ – આહવાના ન્યાયાધીશ ડો પી. એ. પરમાર દ્વારા આહવા પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૯મા નોંધાયેલ ગુ.રજી.નં. ૧૬/૨૦૧૯ ગુનાના આરોપી તુકારામભાઇ દેવરામભાઇ પવારને ૧૦ વર્ષ ની સખત કેદની સજા ફરમાવી છે.

આરોપીએ ગામની ફરીયાદી મહિલાના ઘરના પાછળના દરવાજામાં રાત્રી સમયે ગૃહ પ્રવેશ કરી મહિલા સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. તેમજ મહિલાને જમણા ગાલ તથા ગળાના ભાગે જીવલેણ ઘા કર્યો હતો અને તેના બન્ને છોકરાઓને પણ છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ઘટના અંગે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે બાદ આહવા કોર્ટમાં કેસ ચલાવામાં આવ્યો હતો.

આહવા સેશન્સ કોર્ટમા સરકારી વકીલ સી. એમ. ઠાકરે દ્વારા આરોપી વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરી ધારધાર રજુઆત કરતાં, આહવા કોર્ટનાં ન્યાયાધીશ ડો પી. એ. પરમાર દ્વારા આરોપીને ક્રિમિનલ પ્રોસિજરની કલમ ૨૩૫(૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭, ૩૫૪,૪૫૦ તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫ મુજબ આ સજા કરવામાં આવી છે. આરોપીને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ- ૪૨૮ મુજબ તમામ સજાઓ એકી સાથે ભોગવવા હુકમ કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है