શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા દ્વારા ” સંજીવની ગ્રુપ ”નું પ્રસંશનીય કામગીરી બદલ કોરોના વોરિયર્શ તરીકે કરાયું સન્માન:
સમગ્ર રાજ્યમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે અનેક સંસ્થાઓ સેવા માટે લોકોની પડખે આવી રહી છે, ત્યારે દેડીયાપાડાનું સંજીવની ગ્રુપ પણ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગરીબ પરિવારો ની મધ્યે કાર્ય કરી મદદરૂપ થઈ રહ્યું છે, અને વિના મૂલ્યે ઓકસીજનની બોટલો ઘરે પોહચાડી તેમજ અન્ય લોક સેવાઓ નિસ્વાર્થભાવે કરી માનવતા મહેકાવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક કાર્યકર અને વ્યવસાયિક એવા સલીમભાઈ અને તેમનું મિત્ર મંડળ નર્મદા જીલ્લામાં આજકાલ ખુબ ચર્ચામાં છે, ડેડીયાપાડાનાં પારસીટેકરા ખાતે આવેલ હોટલ પ્રિન્સના માલિક સલીમ/ સલમાનભાઈ અને તેઓનું સંજીવની ગૃપ આજે કોરોના નાં કપરા સમયમાં ગરીબ પરિવારોની મદદ માટે 24 કલાક ખડે પગે ઓક્સિજન બોટલ વિનામૂલ્યે પોહચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
ત્યારે આંતરાષ્ટ્રિય માનવ અધિકાર સમિતિ નર્મદા જીલ્લાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ શ્રી.સર્જનભાઈ એસ.વસાવા અને ગ્રામીણ ટુડે ન્યુઝ ટીમ દ્વારા સંજીવની ગ્રુપને તેમની પ્રસંશનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આમજ તમારા બહુમુલ્ય સેવાની સુગંધ ફેલાવતાં રહો, આ પ્રસંગે વધુ ઉમેરતાં સર્જનભાઈએ સલીમભાઈ તથા આખી ટીમને ખુબ ખુબ અભીનંદન પાઠવ્યાં હતાં.