
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ખોખરાઉંમર ગામે આંગણવાડીમાં કુપોષિત બાળકોની મુલાકાત લઈ સુપોષણ કિટનું વિતરણ કરાતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા;
બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ નાં જન્મ દિવસ નિમિત્તે આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો કાર્યક્રમ;
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ નાં જન્મ દિન નિમિત્તે ડેડીયાપાડાનાં ખોખરાઉંમર ગામે આંગણવાડી માં કુપોષિત બાળકોની મુલાકાત લઈ સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું, જેમાં નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, ખોખરાઉમરનાં સરપંચશ્રી દિનેશભાઇ વસાવા, ડેડિયાપાડા તાલુકા કારોબારી સભ્ય શ્રીમતી દક્ષાબેન રોહિતભાઈ વસાવા, નિવાલ્દા તા.પંચાયત સભ્ય યતિનભાઈ નાયક, જીલ્લા એસ.સી.મોરચા મહામંત્રી જીવણભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.