શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વલસાડ પ્રેસનોટ
વલસાડ: ગુજરાત સરકાર રાજ્યભરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરી રહી છે આજ રોજ અભયમ 181મહિલા હેલ્પલાઇન વલસાડ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ભાગરૂપે મગોદ ગામમા વેબિનાર ના માધ્યમ થી મહિલા કાનૂની દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં સિટી કોર્ટ અમદાવાદના ડિસ્ટ્રિક્ટ પૂર્વ જ્જ ર્ડો.પ્રો. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક મેડમે વેબિનાર ના માધ્યમ થી ઓનલાઈન માહિતી આપતાં જણાવેલ કે ભારતીય બંધારણ મા નાગરિકો ને જે અધિકાર આપવામાં આવેલ છે તેમાં મહિલાઓ માટે મફત કાનૂની સહાય મેળવવાનો, ભરણપોષણ મેળવવાનો, સામાન ન્યાય મેળવવાનો અંગે ની વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત ર્ડો.પ્રો. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક મેડમ ઘરેલુ હિંસા, મૈત્રી કરાર, દહેજ વિરોધી કાયદો, આપઘાત મા દુષ્પ્રેરણા વગેરે બાબતની મહત્વની જાણકારી મહિલાઓને પુરી પાડી હતી.
વલસાડ અભયમ કાઉન્સેલર પ્રિયંકા પટેલે 181મહિલા હેલ્પલાઇનની મહિલાઓ માટે 24*7કાર્યરત અભિનય હેલ્પલાઇન વિષે માહિતી આપતાં જણાવેલ કે કોઈ પણ મહિલા આપતી ના સમયે ટોલફ્રી 181 નંબર પર કોલ કરી મદદ, માહિતી અને બચાવ મેળવી શકે છે અને પોતાના સ્માર્ટ મોબાઈલમા અભયમ મોબાઈલ એપ્સ. ડાઉનલોડ કરી ત્વરિત સેવા કોઈપણ મહિલા શહેર કે ગ્રામ્યકક્ષાએ મદદ અને માહિતી કે સુરક્ષા મેળવી શકે છે.