શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, રામુભાઈ માહલા ડાંગ
ડાંગ : પિપલ્યામાળ સરકાર માન્ય વા. ભા. ના સંચાલક ના અનાથ થયેલ બાળકને સમગ્ર ડાંગના સ.મા.વા. ભા. દુકાનદારોએ આર્થિક મદદ કરી માનવતા દાખવી:
ડાંગ : તા : 11/10/2023 રોજ ડાંગ જિલ્લામાં સમાવિષ્ટ પિપલ્યામાળ ગામના સરકાર માન્ય વ્યાજબી ભાવના સંચાલક/દુકાનદાર અગમ્ય કારણોસર સાલેમભાઈ ગાવિત એ પોતાનું જીવન ટુકાવ્યું હતું. ડાંગ જિલ્લાના તમામ (સરકાર માન્ય વ્યાજબી ભાવની) સંચાલકો/દુકાનદારોએ ગત દિવસોમાં અગમ્ય કારણો સર પિતાની છાત્ર છાયા ગુમાવી હતી, તે અનાથ થયેલ બાળક શ્રેયસકુમાર સાલેમભાઈ ગાવિત ઉંમર 03 વર્ષ ને આર્થિક મદદ કરી ને માનવતાની મહેક ફેલાવી છે,
જીલ્લામાં બનેલ દુઃખદાયક ઘટના બાબતે સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનો ના જિલ્લા પ્રમુખ અને મંત્રી તથા તાલુકા પ્રમુખો અને પુરવઠાના જિલ્લા અધિકારીશ્રી આ તમામએ માનવતા દાખવી અનાથઃ બાળકને મદદરૂપ થવા માટે તમામ દુકાનદારોને આહવા ખાતે મિટિંગમાં બોલાવી દુકાનદારો મદદરૂપ થવા માટે સૂચના આપી હતી. અને તેને ધ્યાનમાં રાખી તમામે ફૂલ ફૂલની પાંખડી ના રૂપમાં કુલ ₹. 51000/- એકઠા કરી (કિશાન વિકાસ પત્રના રૂપમાં 20 વર્ષ ના ફિક્સ ડિપોઝિટ) કરીઆપી હતી જે રકમ જયારે બાળક 20 વર્ષનો થશે ત્યારે તે પોતે તેનો લાભ લઈ શકશે. પાકતી મુદતે ₹. 2,04000/- બે લાખ ચાર હજાર ) 20 વર્ષ પછી બાળકને વ્યાજ સહિત રકમ મળશે.
આજના સેવા યજ્ઞ માં જોડાનાર બાબુરાવભાઈ (વ્યાજબી ભા. દુકાન ડાંગ જિલ્લા પ્રમુખ ), શ્રી અસ્પી બી. મિર્ઝા ( ડાંગ જિલ્લા મંત્રી ) શ્રી શિવનભાઈ એસ ગાઉન્ડા (આહવા તાલુકા પ્રમુખ ) જિલ્લા પુરવઠા અધિકારી : શ્રી ભરવાડ સાહેબ, શ્રી કમલેશભાઈ ભોયે (જિલ્લા પુરવઠા, હેડ ક્લાર્ક) વગેરે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા ડાંગ જીલ્લાની તમામ સરકાર માન્ય વ્યાજબી ભાવના સંચાલકો / દુકાનદારો એ આ દુઃખીત પરિવારને મદદરૂપ થઈ ને માનવતા ની મહેક પ્રસરાવી હતી.