દક્ષિણ ગુજરાત

અજમલગઢ પવિત્રધામ ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોની સ્થાનિક સ્વરાજની ચુંટણી બેઠકને લઈ કાર્યક્રમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

અજમલગઢ પવિત્ર ધામ ઉપર આજ રોજ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચુંટણી બેઠકને લઈ ગુજરાત પ્રદેશ કેબીનેટ મંત્રી  ઈશ્વરભાઈ પરમાર,  ધારાસભ્ય, સાંસદશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

નવસારી: વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે અજમલગઢ પવિત્ર ધામ ઉપર આજ રોજ ખેડૂતો ની વિવિઘ યોજનાઓ અને હાલમાં મહીના થી ચાલતું આવેલ ખેડૂતોનું આંદોલન ને લગતા વિવિધ પશ્ર્નોને પ્રાધાન્ય આપતા અને આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો ની ચુંટણી ને લઈ બેઠક યોજી વાંસદા તાલુકા ના તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સરપંચશ્રી ઓ, કાર્યકરો અને આગેવાનો ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમ ની શરૂઆતમાં વંદેમાતરમ નું ગીત દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ સફળ રીતે શરૂ કરાયું હતું, શરુઆતમાં જ ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશભાઈ પટેલ આવનારી ચુંટણીલક્ષી અને ખેડૂતોને મળતાં લાભો વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી.

હાલમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રભાઈ તોમર ભારત સરકાર દ્વારા તમામ રાજયના ખેડૂતો સંગઠનો સાથે વાતચીત કરી, એક પત્રિકા ખેડૂત ભાઈઓ અને બહેનો ના નામે જાહેર કરેલ  તે તમામ ને આપી હતી.

જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહે કહયું હતું કે વાંસદા તાલુકાનું કોઈ એવું પવિત્ર ધામ હોય મહાદેવ ના સાનિધ્યમાં આ બેઠક યોજી શરૂઆત કરીએ છીએ તેવું જણાવ્યું હતું.

માનનીય ડૉ.કે.સી.પટેલ સાંસદ વલસાડ દ્વારા પણ આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણી વિશે અને ભૂતકાળની ચુંટણી કાર્યકરો વિશે વડાપ્રધાન મોદી એ 370 ની કલમ હટાવવા સફળ થયા છે, વાંસદા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હવે પછી હશે તેવું દેખાય રહયું છે તેવું જણાવ્યું હતું, તથાં બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન બંધ નહીં થાય તેવી મને ખાત્રી મળી છે.

વાંસદા તાલુકાના ચુંટણી ઈન્ચાર્જ બાબુભાઈ જીરાવાલા તરફથી ચુંટણી નો ટંકાર વાગી ચુક્યો છે, વાંસદા ના કાર્યકરો સંગઠિત થઈ લડે તો આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપણી જ હોય, અને તૈયારીઓ કરવાની હોય.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના કેબીનેટ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા પેજ કમિટી ની રચનાની કાર્યવાહી જેણે પૂર્ણ કરેલ તેને અભિનંદન પાઠવ્યું હતું, ભાજપ ની સરકાર તરફથી તમામ વચનો પૂરાં કરેલ છે, ભારતીય જનતા પાર્ટી એ એવા કામો વિકાસના કર્યા છે જેથી સામી છાતીએ ચુંટણી વચ્ચે લોકોની સમક્ષ જઈ શકીએ અને નીચું ન જોવા પડે તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જિ.ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, વલસાડ સાંસદ ડૉ. કે.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, બાબુભાઇ જીરાવાલા, વિરલભાઈ, ભગુભાઇ, અશ્વિનભાઈ, જીગરભાઈ,તથાં વાંસદા તાલુકા ના તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહયા. આવનારી ચુંટણીમાં જંગી બહુમતી થી ભાજપના ઉમેદવાર ચુંટાઈ તેવી ગાઈડ લાઈન મુજબનું આયોજન કરાયું હતું. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है