
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વઘઈ પત્રકાર: દિનકર બંગાળ
વઘઈ પોલીસ મથકે ગણેશોત્સવ પર્વને લઈને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ:
વઘઈ : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવનાર ગણેશોત્સવ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આવનાર ગણેશોત્સવ પર્વને લઈને વઘઈ પોલીસ મથકે ગામના આગેવાનો અને અલગ અલગ ગણેશ મંડળના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે પી.આઇ. ડી. ડી.પરમાર અને PSI પી.બી.ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ગણેશોત્સવ તહેવાર આવતો હોવાથી શાંતિપ્રિય માહોલમાં ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી.
ગણેશોત્સવ દરમિયાન ગણપતિ સ્થાપના માટે પરવાનગી કેવી રીતે લેવી ? ગણેશ સ્થાપના સમયે કઈ કઈ તકેદારી રાખવી વગેરે મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગણેશજીની POPની મૂર્તિનું સ્થાપન નહીં કરવા માટે અપીલ કરવામાં આવી હતી. વધુમાં લોકો માટીની મૂર્તિની સ્થાપના કરે તે માટે સૂચન આપ્યું હતું. આ બેઠકમાં ગણેશ મંડળ આયોજકોને વઘઈ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.