દક્ષિણ ગુજરાત

અંબિકા જવેલર્સમાં લુંટ વીથ ફાયરીંગ કરનાર ટેક્ષટાઇલ એન્જીયર સાથે કુલ-૦૪ આરોપીઓને લુંટના ૧૦૦% મુદ્દામાલ સોંનાની ચેઇનો નંગ-૨૭ સાથે માત્ર ૪૮ કલાકમાં ઝડપી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

ભરૂચ જીલ્લાના પાંચબત્તી પાસે આવેલ “ અંબિકા જવેલર્સ” માં ગત તા.૦૭/૦૯/૨૦૨૦ ના રોજ બપોરના સમયે  અજાણ્યા ૦૪ ઇસમો હથીયારો સાથે ઘુસી સોંનાના દાગીનાની લુંટ ચલાવી જવેલર્સના માલીક નિખીલભાઇ તથા કલ્યાણી જવેલર્સના મહેશભાઇ પર ફાયરીંગ કરી તેઓને ગંભીર ઇજાઓ કરી બહાર આવી હવામાં ફાયરીંગ કરી નાસી છુટતા, આ અતિગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને લુંટના મુદ્દામાલ સહિત ઝડપી પાડવા પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરાનાઓ દ્વારા સુચના આપવામાં આવેલ, જેથી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સદર બનાવની ગંભીરતા ધ્યાને લઇ જાતે બનાવવાળી જગ્યાની વીઝીટ કરી ભોગ બનનારને મળી બનાવથી અવગત થઇ FSL તથા ડોગ સ્કોવડની મદદ મેળવી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.પી.વાઘેલા ભરૂચ વિભાગ, ભરૂચ એલ.સી.બી.,એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોવોર્ડ,તથા વડોદરા ગ્રામ્ય SOG તથા નર્મદા જીલ્લાની LCB ટીમો મદદમાં હોય, તેમને ગુનો ડીટેક્ટ કરવા માર્ગદર્શન તથા સુચના આપવામાં આવેલ,
બનાવ ધ્યાને લેતા સૌ-પ્રથમ આરોપીઓની રેકી તથા મુવમેન્ટ તપાસવામાં આવેલ જેમાં ધ્યાને આવેલ કે તમામ આરોપીઓ અગાઉ બનાવવાળી જગ્યા અંબીકા જવેલર્સની રેકી કરેલ છે, જે રેકી અનુંસંધાને તમામ આરોપીઓ આયોજનપુર્વક તા.૦૭/૦૯/૨૦૨૦ ના રોજ બપોરના સમયે જ્યારે પોલીસ ઓછી હોય, કે જમવા ગયેલ હોય અને પબ્લીકની અવર-જવર પણ ઓછી હોય છે, તે સમય પસંદ કરી ગુનાને અંજામ આપેલ છે, આરોપીઓની તમામ મુવમેન્ટ રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ Video Integration& State Wide Advance Security (VISWAS) ના ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ એડવાન્સ કેમેરાની મદદથી ગુનો આચરતા તથા ગુનો આચર્યા બાદ એન્ટ્રી & એક્ઝીટ રૂટ તથા ભરૂચ જીલ્લાની આસપાસની તમામ હોટલો તથા નેશનલ હાઇવે ઉપર તપાસ અંગે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન આરોપીઓ દેખાઇ આવેલ જેમાં એક આરોપી એકટીવા સાથે દહેજ તરફ ગયેલાનું જણાય આવેલ તથા બીજો આરોપીઓ મોટર સાયકલ સાથે પાલેજ તરફ ગયેલ હોવાનુ જણાય આવેલ જેથી હાઇવેના પોલીસ સ્ટેશનોની ટીમોએહાઇવે નજીક આજુબાજુમાં સર્ચઓપરેશન કરતા પાલેજ પોલીસ સ્ટેશનની ટીમને નેશનલ હાઇવે નજીક બાવળની ઝાડીમાંથી ગુનામાં ઉપયોગ થયેલ પ્લેટીના તથા હેલ્મેટ બીનવારસી હાલતમાં મળી આવતા વધુ એક સફળતાની કડી મળેલ તે બાબતે આ VISWAS પ્રોજેકટના એડવાન્સ કેમેરા મારફતે ઉડાણપૂર્વક ઝીણવટભરી રીતે અવલોકન કરતા ગુના ઉપયોગ થયેલ વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવવામાં સફળતા મળેલ અને આ ગુનામાં સંડોવાયેલ એક આરોપીનું નામ સરનામું મળેલ જે આધારે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી આરોપી સુરત સચીન વિસ્તારમાં હોવાનું જણાતા એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોવર્ડની અલગ અલગ ત્રણ ટીમો બનાવી સુરત,ભરૂચ તેમજ દહેજ ખાતે ટીમો રવાના કરવામાં આવેલ તે પૈકી સુરતની ટીમને તપાસ દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સથી જાણવા મળેલ કે એક આરોપી સુરત રેલ્વે સ્ટેશન ખાતે હોવાનું જણાય આવેલ જેથી તાત્કાલિક ટીમ સુરત રેલ્વે સ્ટેશન પહોંચતા જાણવામળેલ કે “અવધ એક્ષપ્રેસ” ટ્રેનમાં આરોપી રવાના થયેલ છે, જેથી તપાસમાં રોકયેલટીમે તાત્કાલિક રેલ્વેના કર્મચારીઓની મદદ લઇ આરોપીના બેઠક અંગેની માહીતી મેળવી તાત્કાલિક ભરૂચ તથા દહેજની ટીમ સાથે કોમ્યુનિકેશન કરી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે GRP & RPF ની મદદથી અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન આવતા ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ ૦૨ આરોપીઓને ઓરીઝનલ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપી પાસેથી આ ગુનામાં સંડોવાયેલ અન્ય બીજા બે આરોપીઓ સુરત ખાતેથી વહેલી સવારે બસ મારફતે કાનપુર (ઉત્તરપ્રદેશ) જવાની તૈયારીમાં છે, જે હકિક્ત આધારે સુરતની ટીમ દ્વારા વોચમાં રહી અન્ય બે આરોપીઓને પણ સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલ છે,ચારેવ આરોપીઓ ઉત્તરપ્રદેશના રહેવાસી છે, જે પૈકી મુખ્ય આરોપી આશિષ પાંડે અગાઉ દહેજ ખાતે કંપનીમાં નોકરી કરતો હતો,  અને ભરૂચ ખાતે રહેતો હોવાથી ભરૂચની ભૌગોલીક પરિસ્થીતીથી વાકેફ હતો, અને અંબીકા જવેલર્સની અગાઉ પણ મુલાકત લઇ ચુકેલ હતો, જેથી આયોજનપુર્વક આ ગુનાને અંજામ આપવા તેના વતનના સાથીદારો સાથે મળી પ્લાન બનાવી ઉત્તરપ્રદેશ ખાતેથી હથીયાર મેળવી તેમજ ગુનામાં ઉપયોગ કરવા સારૂ સુરત શહેરમાંથી એક મોટર સાઇકલ ચોરી કરી તૈયારી સાથે ભરૂચ આવી અને ગુનાને અંજામ આપી નાશી છુટેલ હતા, અને લુંટ કરી મેળવેલ મુદ્દામાલ સાથે ઉત્તરપ્રદેશ ખાતે નાશી જવાની ફીરાકમાં હતા તે દરમ્યાન ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ ચારેવ આરોપીઓને અંબિકા જવેલર્સમાંથી લુંટ કરી મેળવેલ અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી સારૂ ભરૂચ શહેર “એ “ ડિવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) આશિષ રામદેવ પાંડે રહેવાસી- હાલ રહેવાસી-અક્ષરધામ ફ્લેટ નં- ૩૦૪, કનકપુર, સચીન વિસ્તાર સુરત.મુળ રહેવાસી-           જોનપુર તા. ભટેવડા ,પોસ્ટ ટીટાનગામ ઉતરપ્રદેશ.
(૨) અજયકુમાર S/O રાકેશકુમાર રામદેવ પાંડે મૂળ રહેવાસી-ચીતાવ,પંડીત બસ્તી,પોસ્ટ-ભટેવરા, થાના–પવારાતા.-મછલી શહરજી.-જોનપુર(ઉત્તરપ્રદેશ) હાલ રહેવાસી સચીન કોલોની સુરત
(૩) સુરજ રાજેંદ્રપ્રસાદ યાદવ હાલ રહેવાસી- સચિન જી.આઇ.ડી.સી, કોલોની ઝુપડપટ્ટીમાં સુરત.મુળ રહેવાસી- ટીટાવગાંવ, મજલીસરા, જી.જોનપુર, ઉતરપ્રદેશ
(૪) રીંકુ કિશનલાલ યાદવ હાલ રહેવાસી-સચિન જી.આઇ.ડી.સી, કોલોની ઝુપડપટ્ટીમાં સુરત.મુળ રહેવાસી- ટીટાવગાંવ, મજલીસરા, જી.જોનપુર, ઉતરપ્રદેશ.
ઉપરોકતઆરોપીઓ પૈકી આશિષ રામદેવ પાંડે ટેક્ષટાઇલ એંજીનીયરીંગ ભણેલો છે, તે દહેજ કંપની ખાતે નોકરી કરતો હતોઅને હાલમાં સુરત ઉધના ખાતે આવેલ ગોકુલાનંદ પેટ્રોફિલ્સમાં નોકરી કરે છે, તથા આરોપી અજય પાંડે ફીટર ટ્રેડમાં ITIનો અભ્યાસ કરેલો છે.

રીકવર મુદ્દામાલ :-
(૧)સોનાનીચેઇનો નંગ-૨૭ આશરે ૫૫ તોલાની કિ.રૂ.૨૭,૪૬,૮૦૦/-
(૨) મોબાઇલ નંગ-૫ રૂ.૨૫,૦૦૦/-
(૩) કાંડા ઘડીયાળ કિં રૂ. ૧૦૦૦/-
કુલ મુદામાલ કિ.રૂા. ૨૭,૭૧,૮૦૦/-

ડીટેક્ટ કરેલ ગુનાની વિગત:-
(૧) ભરૂચ શહેર “એ “ ડિવીઝન પો.સ્ટે.ગુ.ર.નં- A 11199010200757/2020 IPC ૩૯૨, ૩૯૪, ૩૯૭, ૩૦૭, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ ૨૫(૧)(એ), ૨૫(૧) (૧-બી), ૨૭ (૧) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ

આરોપીનો ગુનાહીત ઇતીહાસ
પકડાયેલ આરોપીઓનું ક્રોસ ઇંટ્રોગેશન કરતા જણાય આવેલ છે કે પકડાયેલ આરોપી પૈકી આરોપી અજય પાંન્ડે અગાઉ જોનપુર જીલ્લામાં હથીયારના ગુનામાં પકડાયેલ હોવાની હકિકત જણાયેલ છે, તથા આરોપી સુરજ યાદવ તથા રીન્કુ યાદવ જોનપુર (ઉત્તરપ્રદેશ) ના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ તથા નાની મોટી ચોરીમાં પકડાયેલ હોવાની હકિકત જણાયેલ છે, જેની ખાત્રી અંગેની તપાસ તજવીજ ચાલુ છે.

કામગીરી કરનાર :-
(૧) પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા એલ.સી.બી.(૨) પો.સ.ઇ.શ્રી પી.એસ.બરંડા એલ.સી.બી. (૩) પો.સ.ઇ.શ્રી એ.એસ.ચૌહાણ એલ.સી.બી. (૪)પો.સ.ઇ.શ્રી વાય.જી.ગઢવી (૫) પો.સ.ઇ. શ્રી બી.ડી.વાઘેલા પેરોલ ફર્લો સ્કવોર્ડ (૬) પો.સ.ઇ.શ્રી એસ.વી.ચુડાસમા ઇન્ચાર્જ કમાંન્ડ & કંન્ટ્રોલ રૂમ નેત્રમ (૭) પો.સ.ઇ.શ્રી એમ.વી.રાઠવા વાયરલેસ વિભાગ ભરૂચ તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા કમાંન્ડ & કંન્ટ્રોલ રૂમના તમામ કર્મચારીઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है