શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ, રામુભાઈ માહલા
ગતરોજ ડાંગ માં થયેલ લૂંટની ઘટનામાં (દાવડહાડ) ગામની અંતુબેન પવાર ને આરોપી બનાવી દેતાં માનહાની બદલ જીલ્લા પોલીસ અધિક્ષક ને ફરિયાદ અરજી દાખલ કરી ન્યાયની માંગણી કરી:
પ્રેસ નોટ જાહેર કરી પેપરમાં ચલાવેલ મેટર માં આરોપી ના મોટી બહેન નુ નામ જાહેર થતા માનહાની ની ફરિયાદ થઇ:
આહવા : મળેલ માહિતી મુજબ ડાંગમાં તા. 8 /10/2023 ના રવિવારે મહારાષ્ટ્રના સાગરભાઈ જયરામ વાઘ નામની વ્યક્તિ બે મિત્રો સાથે આહવા ડાંગમાં મજુરોની શોધમાં આવ્યા હતા. તેમનો સંપર્ક લીંગા ગામનાં અરુણભાઈ શુકરભાઈ પવાર સાથે થયો હતો. અરુણભાઈ અને તેમનાં ત્રણ મિત્રો મહારાષ્ટ્ર થી આવેલ લોકોને મળે છે અને સાંજે 7 વાગ્યે દાવદહાડ ગામે અરુણભાઈ ની મોટી બેન અંતુબેન રહે છે તેમનાં ઘરે જઈ પાણી પી ત્યાંથી રવાનાં થઈ જાય છે.
હવે મહારાષ્ટ્ર થી આવેલ ત્રણેય વ્યક્તિઓ (પીકઅપ ટેમ્પો ) લઈને આવ્યા હતા તે દાવદહાડ ગામમાં પાર્કિંગ કરી તેમાં બે વ્યક્તિઓ રોકાઈ જાય છે. અને મુખ્ય શેઠ સાગરભાઈ જયરામભાઈ વાઘ તથા ડાંગના અરુણભાઈ શુકરભાઈ પવાર તથા તેમનાં ત્રણેય મિત્રો બાઈક લઈને ત્યાંથી નિકળી બીજા ગામ તરફ જાય છે અને ત્યાં રાત્રે લગભગ 1:30 વાગ્યે મહારાષ્ટ્ર થી આવેલ સાગરભાઈ ને ડાંગ ના આ વ્યક્તિઓ લૂંટી લે છે એમનો મોબાઈલ તથા ₹. 7000/- રોકડા લઈ લીધા હતા તેમ આરોપીઓ એ પોલીસ સમક્ષ કબુલ્યું છે. અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.
ઉપરોક્ત લૂંટની ઘટના બાબતે દાવદહાડ ગામની અંતુબેન મુકેશભાઈ પવાર બિલકુલ અજાણ છે. એમનો નાનો ભાઈ અરુણ અને બાકીના તમામ લોકો ક્યાંથી આવ્યા..? કોણ છે..? અને કેટલા રૂપિયા લૂંટી લેવાયા તે બાબત થી બેન અજાણ છે.. આ મેટરમાં આ બેન નો કોઈ હાથ નથી. એમ પોતાની આપેલ આરજી માં તેઓએ ઉલ્લેખ કર્યો છે, અને પોતા પર લાગેલા તમામ આરોપ પાયા વિહોણા ગણાવ્યા છે, અને આ બાબતે તેઓને યોગ્ય ન્યાય મળે માટે પોલીસ તંત્ર ને ગુહાર લાગવી છે,
લૂંટની ઘટના પછી ડાંગના ચારેય વ્યક્તિઓ પલાયન થઈ જાય છે અને મહારાષ્ટ્ર ના સાગરભાઈ નડગખાડી ગામનાં રાજેશભાઈ આપદયાભાઈ ચૌધરી ના ઘરે રાત્રે 1:30 વાગ્યે જઈને દરવાજો ખટખટાવી ને તેમને ઉઠાડી મદદ માંગી હતી કે મારી સાથે ઉપરોક્ત ઘટના બની છે. માટે મને જરા દાવદહાડ ગામે મારું પીકઅપ ગાડી મુકી છે ત્યાં મુકી આવો અને તે ભાઈ તેમને મુકવા ગયા હતા.
સાગરભાઈ એ તેમનાં મિત્રો જેઓ પીકઅપ ગાડીમાં આરામ કરી રહ્યાં હતા તેમને બધીજ ઘટના જે તેમની સાથે થઈ તે કહી સંભળાવી અને ત્યાર પછી તેઓ ફરીવાર અંતુબેન ના ઘરે રાત્રે 2: 00 વાગ્યે જઈ તેમને ઘરમાંથી બહાર બોલાવી મારવાની ધમકીઓ આપવા લાગ્યાં હતા. અને અરુણ તથા તેમનાં મિત્રોએ કરેલ લૂંટ વિષે તેમને જણાવતા તેઓ ખૂબજ ડરી ગઈ હતી. આ તમામ ઘટના વિષયે આ અંતુબેન નો કોઈ પણ લેવોદેવો ના હોય તેમ છતાં તેમને મારવા માટે મહારાષ્ટ્ર ના એક વ્યક્તિ એ તો બેન ને મારવા માટે લાકડું ઉરહાવી લીધું હતું, ત્યાર પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
હવે મહારાષ્ટ્ર ના સાગરભાઈ વાઘ ફરી તા : 12 ના રોજ ડાંગ માં આહવા ખાતે આવીને પોલીસ અધિક્ષક ની કચેરીએ અરુણભાઈ શુકરભાઈ પવાર તથા તેમનાં ત્રણેય મિત્રો વિરુદ્ધ ફરિયાદ અરજી દાખલ કરે છે.. જે ફરિયાદ અરજીમાં આરોપી તરીકે દાવદહાડ ના અંતુબેન ને પણ આરોપી તરીકે નોધવામાં આવી છે. ન્યૂઝ પેપેર માં પણ આ બેનનું નામ છપાઈ જતાં બેન માનસિક રીતે પડી ભાંગી છે અને ગામ તથા સમાજમાં તેમની ઈજ્જત ગઈ હોવાથી તેમણે આહવા ખાતે પોલીસ અધિક્ષક સાહેબશ્રીને માનહાની નો કેસ દાખલ કરવા ફરિયાદ અરજી આપી છે.
ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ અંતુબેન મુકેશભાઈ પવાર ને ન્યાય મળે તે ખૂબજ જરૂરી છે.