શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ!!!
સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકના આદિવાસી સમાજમાં ભારે રોષ .!! અનેક જગ્યાએ આપ્યું આવેદનપત્ર :
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને દેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું;
દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા અનુસૂચિત જનજાતિનાં ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એ અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશી ને આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભારતનાં સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે એ અંગે આદિવાસી સમાજ ની માંગણીઓ છે કે
(૧) માન.રાષ્ટ્રપતિ શ્રી ના તા.૦૬-૦૯-૧૯૫૦ તથા તા.૨૯-૧૦-૧૯૫૬ નું મોડીફાઈડ નોટીફિકેશન નું ઉલ્લંઘન કરીને કેન્દ્ર સરકાર દ્રારા ગેરબંધારણીય રીતે તા.૧૪/૦૯/૨૨ ના રોજ ૧૨ જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરેલ છે. તે તાત્કાલિક રદ કરવામાં આવે.(૨) નિયામક શ્રી આદિજાતિનો તા.૧૫/૦૬/૨૦૨૨ નો ગેર બંધારણીય પત્ર રદ કરો.
(૩) રબારી, ભરવાડ,અને ચારણ જાતિ ને બક્ષીપંચમા સમાવેશ કરો.
(૪) તમામ ક્ષેત્રે આદિવાસી ના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસર ની કાર્યવાહી કરો.
(૫) ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ નો તા.૦૪-૦૮-૨૦૨૨ નો ગેર બંધારણીય પરિપત્ર તાત્કાલિક રદ કરો. આ પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી હતી.