રાષ્ટ્રીય

ડેડીયાપાડા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કૉલેજ ના NSS દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કૉલેજ ના NSS દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા;

ડેડીયાપાડા નવસારી કૃષિ વિશ્વવિધાલય સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ અને પોલીટેકનીક કૃષિ ઈજનેરી, ડેડીયાપાડા ખાતે કોલેજના NSS હેઠળ મહિલા દિવસની ઉજવણીનું આયોજન નીંઘટ ગામની પ્રાથમિક શાળાની બાળાઓ સાથે કરવામાં આવ્યું હતું, CAET અને PAE બન્ને કોલેજના NSS (રાષ્ટ્રીય સેવા યોજના)ના વિદ્યાર્થીઓ દ્વારા મહિલા સશક્તિકરણ,સફળતા અને મહિલાઓની મુશ્કેલી અંગે જાગૃતતા વગેરે વિષય પર નાટક, રેલી, સુત્રોચાર, કવિતાઓ અને જીવનનાપ્રશ્ન અંગે સર્વે કરવામાં આવ્યું હતું.

જય જલારામ આંખની હોસ્પીટલ ના ડૉ. તેજષભાઈ જોષી દ્વારા ૩૧૧ બાળકો અને ગ્રામજનો માટે મફત આંખની તપાસ નું આયોજન કરવામાં આવ્યું હતું, વધુમાં શનિદેવ ફાઉન્ડેશનના સભ્ય અને CAET ના વિદ્યાર્થી કિરણ જોષી અને ટીમ દ્વારા પણ મહિલા દિવસની ઉજવણી નિમિતે નીંઘટ ગામની પ્રાથમિક શાળાની બાળાઓ પાસે કેક કટીંગ કરાવી પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસમાં મદદરૂપ તમામ સ્ટેશનરીનું વિતરણ અને ગામમા જરૂરતમંદ મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજનાં આચાર્યશ્રી અને ડીન ડૉ.એસ.એચ.સેંગર તથા પોલીટેકનીક કૃષિ ઈજનેરીનાં આચાર્ય ડૉ.અરુણ લક્કડના નેતૃત્વ હેઠળ NSS ઓફિસર ઈજ.વિભૂતિ પટેલ અને ડૉ.મેઘના વર્મા સહીત વિદ્યાર્થીઓના સહયોગ અને અથાગ મહેનતથી મહિલા દિવસની ઉજવણીનું સફળતાપૂર્વક આયોજન થયુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है