આરોગ્યરાષ્ટ્રીય

જિલ્લાના “કોરોના વોરીયર્સ” ની અવગણના થતી હોવાની રાવ વચ્ચે આવેદનપત્ર સુપ્રત કરાયું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લાના “કોરોના વોરીયર્સ” ની અવગણના થતી હોવાની રાવ આવેદનપત્ર જવાબદાર અધિકારીને સુપ્રત કરાયું:

(રાષ્ટ્રીય સ્વસ્થ મિશન) NHM હેઠળના કર્મચારીઓને પગાર બાબતે થઇ રહેલા અન્યાય સામે મંડળે આપ્યુ આવેદનપત્ર:

 આહવા;  કોરોનાના કાળમા પોતાના ઘર, પરિવારની ચિંતા કર્યા વિના રાતદિવસ જીવના જોખમે ફરજ બજાવી રહેલા (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM હેઠળના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓએ તેમની થઇ રહેલી સતત અવગણનાને લઈને આવેદનપત્ર આપવાની નોબત આવી છે. 

(રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM ના રાજ્ય કક્ષાના મંડળના નેજા હેઠળ રાજ્ય સરકાર કક્ષાએ તથા જુદા જુદા જિલ્લાઓમા જિલ્લા કક્ષાએ આ કર્મચારીઓએ આપેલા આવેદનપત્ર અનુસાર ગત તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ મંડળ દ્વારા તેમની જુદી જુદી માંગણીઓ માટે રજૂઆત કરવામા આવી હતી. જેને છ માસથી ઉપરનો સમય વીત્યો હોવા છતા, રાજ્યની સરકારે આરોગ્ય સેવાના પાયાના આ કર્મચારીઓની માંગણીને નજરઅંદાજ કરી, આ કર્મચારીઓની ઘોર ઉપેક્ષા કરી સતત અવગણના કરી રહી હોવાનો ભાવ આ કર્મચારીઓમા વ્યાપી જવા પામ્યો છે. 

કોરોના જેવા કપરા સમયે જયારે એક તરફ આ કર્મચારીઓ પોતાના ઘર, પરિવાર, અને કુટુંબની ચિંતા કર્યા સિવાય પોતાના જીવના જોખમે રાતદિવસ ફરજ અદા કરી રહ્યા છે, તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો, અને દવાખાનાઓ જરૂરીયાતમંદ દર્દીઓને મનફાવે તેમ લુંટી રહ્યા છે. ત્યારે (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM ના જુદા જુદા સંવર્ગોના કર્મચારીઓને નજીવા પગારે ફરજીયાત ડ્યુટી કરાવીને તેમનુ શોષણ કરવામા આવી રહ્યુ છે. તો બીજી તરફ કોવિદ ડ્યુટી માટે ભરતી કરાઈ રહેલા સ્ટાફને આ જુના કર્મચારીઓ કરતા પણ વધુ પગાર આપીને વર્ષોથી સેવા બજાવી રહેલા કર્મચારીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તાવ કરાઈ રહ્યો હોવાની તેમનામા લાગણી વ્યાપી ગઈ છે. આ કર્મચારીઓને વાર્ષિક માંડ પાંચ ટકા જેટલુ ઇન્ક્રીમેન્ટ આપીને તેમની મજાક કરવામા આવતી હોય તેવી લાગણી પણ આ કર્મચારીઓમા વ્યાપી ગઈ છે. 

કોરોના કાળમા સતત એકધારી ફરજ બજાવવાની કપરી જવાબદારી નિભાવતા આ કર્મચારીઓને કોઈ રજા પણ આપવામા આવતી નથી. શની/રવિની રજાઓમા પણ વિક્સીનેસન સહિતની કામગીરીમા જોતરવામા આવે છે. તો શારીરિક અને માનસિક રીતે થાકેલા આ કર્મચારીઓના રાજીનામા પણ સ્વીકારાતા નથી. ત્યારે તેમની સતત અવગણના અને ઉપેક્ષા થઇ રહી હોવાની ભાવના સાથે રાજ્ય કક્ષાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે તા.૪/૫/૨૦૨૧ ના રોજ રાજ્ય સરકારને આપેલા આવેદનપત્ર અને સામુહિક રાજીનામા આપવાના કાર્યક્રમને ડાંગ જિલ્લાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે ટેકો જાહેર કર્યો છે.  

આ અંગે આજે ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને આ અંગેની લિખિત જાણકારી સાથે ડાંગના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM મંડળે આગામી તા.૧૫/૫/૨૦૨૧ ના રોજથી રાજ્ય કક્ષાના કાર્યક્રમ અનુસાર ગાંધી ચીન્ધ્યા માર્ગે અપાનારા આશ્ચર્યજનક કાર્યક્રમને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.   

આ વિરોધ પ્રદર્શન દરમિયાન જો કોઈ હકારાત્મક પરિણામ નહી આવે તો સમગ્ર ગુજરાત સહીત ડાંગ જિલ્લાના (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) NHM કર્મચારીઓ પણ સામુહિક રાજીનામા ધરી દેશે. જેને લઈને જાહેર આરોગ્ય વિષયક સેવાઓ બાબતે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, તેમ પણ વધુમા મંડળના હોદ્દેદારોએ જણાવાયુ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है