રાષ્ટ્રીય

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સર્વસંમતિ અને વિના વિરોધે થાય તો વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાઇ શકે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સર્વસંમતિ અને વિના વિરોધે થાય તો વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાઇ શકે.
સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રજા વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવા ઉમદા હેતુથી સમરસ ગ્રામ પંચાયતના વિકાસ માટે પ્રોત્સાહક અનુદાનની રકમ આપવાનું ઠરાવવામાં આવેલ છે.

વ્યારા: તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ નાં રોજ યોજાનાર છે. સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરનાં તા.૨૯/૧૧/૨૦૧૧ નાં ઠરાવ અન્વયે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સર્વસંમતિ અને વિના વિરોધે થાય તો વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાઇ શકે અને ગ્રામ્ય કક્ષાએ સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતતાથી સ્થાનિક પ્રજા વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવા ઉમદા હેતુથી સમરસ ગ્રામ પંચાયતના વિકાસ માટે પ્રોત્સાહક અનુદાનની રકમ નીચે મુજબ આપવાનું ઠરાવવામાં આવેલ છે.
વસ્તીના ધોરણ મુજબ સમરસ જાહેર થતી ગ્રામ પંચાયત માટે ૫૦૦૦ સુધીની વસ્તી ધરાવતાં ગામની ગ્રામ પંચાયત પહેલી વખત બિનહરીફ ચૂંટાયેલ જાહેર થઇ સમરસ બને તો સામાન્ય એટલે કે જે ગ્રામ પંચાયતમાં પુરુષ અને મહિલા એમ બંને લીંગના સભ્યો હોય તેવી સમરસ ગ્રામ પંચાયતને સુધારેલ ધોરણ મુજબ મળવાપાત્ર પ્રોત્સાહક અનુદાનની રકમ રૂ. ૨ લાખ મળવાપત્ર થાય છે, જ્યારે મહિલા સમરસ ગ્રામ પંચાયત એટલે કે સરપંચ સહિતની ગ્રામ પંચાયતની તમામ સભ્યો મહિલા હોય તેવી ગ્રામ પંચાયતને સુધારેલ ધોરણ મુજબ મળવાપાત્ર પ્રોત્સાહક અનુદાનની રકમ રૂ. ૩ લાખ મળે છે. 
૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધીની વસ્તીવાળી ગ્રામ પંચાયત પહેલી વખત બિનહરીફ ચૂંટાયેલ જાહેર થઇ સમરસ બને તો મહિલા અને પુરૂષ બંને લીગના સભ્યો હોય તો રૂા.૩ લાખ અને સરપંચ સહિતની તમામ મહિલાઓ હોય તેવી ગ્રામ પંચાયતોને રૂા.૫ લાખ અનુદાન મળવાપાત્ર હોય છે.
* પ્રથમવાર સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ની સગવડ ન હોય તો, ધોરણ-૮ ની અગ્રીમતાથી મંજુરી આપવામાં આવે છે.
* સતત બીજીવાર સમરસ થતી સામાન્ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખતની પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકાનો વધારો તથા સી.સી. રોડની આધુનિક સુવિધા પુરી પાડવામાં આવે છે.
* સતત ત્રીજીવાર સમરસ થતી સામાન્ય તથા મહિલાઅ ગ્રામ પંચાયતને બીજી વખતના પ્રોત્સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકાનો વધારો તથા ગ્રામમાં સોલાર સ્ટ્રીટ લાઇટની આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવે છે.
તાપી જિલ્લાના કુલ ૭ તાલુકાઓ પૈકી વ્યારા તાલુકામાં કુલ- ૫ ગ્રામપંચાયતો છીરમા, માલોઠા, દડકવાણ, ચીખલવાવ, સરકુવા સમરસ થયેલ છે.

સોનગઢ તાલુકામાં દુમદા, વાલોડ તાલુકામાં કુલ-૪ પંચાયતો સ્યાદલા, કણજોડ, અધ્યાપોર, દેલવાડા, ડોલવણમાં ધંતુરી, નિઝર તાલુકામાં અંતુર્લી જ્યારે કુકરમુંડા તાલુકામાં આષ્ટા તર્ફે બુધાવલ ગ્રામ પંચાયત મળીને કુલ ૧૩ પંચાયતો સમરસ થયેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है