શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ ગ્રેડ પે અંગે મોટી જાહેરાત કરશે. તેવી શક્યતાઓ.. ગૃહમંત્રીએ મીડિયાને આપેલા નિવેદન થી પોલીસ બેડામાં ખુશીનો માહોલ..!
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસના ગ્રેડ-પે અંગે આંદોલન ચાલી રહ્યું છે. અને આ મુદ્દો ગુજરાતમાં ખુબ જ સંવેદનશિલ બની ગયો છે. ગુજરાત સરકારમાં ફરજ બજાવતી પોલીસ ગ્રેડ પે મામલે પોતાની ધીરજ ખૂટી ગઈ છે. સરકારી કર્મચારીઓની સરકાર પાસે અનેક વખતો રજૂઆત તેમજ આંદોલન કર્યા હોવા છતાં પણ સરકાર દરેક વખતે ગ્રેડ પે મામલે વચગાળાનો રસ્તો જાહેર કરવાનું વચન આપે છે. અને આંદોલન સમેટવા માટે કહે છે,
એક તરફ મોંઘવારી વધી રહી છે ત્યારે પોલીસના કર્મચારીઓના પણ ઘર ચલાવવામાં તકલીફ થતી હોય છે ત્યારે ગ્રેડ પે મામલે સરકાર પાસે આ કર્મચારીઓને ખુબ જ આશા છે કે સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે. ગુજરાત સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકાર હવે નજીકના ભવિષ્યમાં જ પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે ની ભેટ આપી શકે છે.
આ મામલે બે દિવસ પહેલા જ ગૃહમંત્રીને પત્રકાર પરિષદમાં પુછાયેલા પ્રશ્નમાં તેમણે જવાબ આપ્યો હતો કે નજીકના ભવિષ્યમાં જ આ બાબતે ઉકેલ લાવવામાં આવશે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે નજીકના ભવિષ્યમાં એટલે શું ? તાપસ સમિતિએ એક રિપોર્ટના આધારે ગુજરાત સરકારના ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી છેલ્લા તબક્કા હોવાથી નિર્ણય લેવાની માહિતી વિશ્વનીય સૂત્રો પાસેથી મળી છે.
ગુજરાત સરકારના પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ પે અંગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તાકીદે તમામ ફાઈલો પોતાની પાસે મંગાવી છે. જેને નજીકના સમયમાં લીલી ઝંડી મળી શકે એમ છે. પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પે ના સારા સમાચાર મળી શકે એમ છે.