આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગનો દરજ્જો સુધારીને તેને જગ્યાએ ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઇન્ફરમેટિકસ કરવાનો નિર્ણય કર્યો છે. જે સમગ્ર ગુજરાત માટે આનંદો…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવા માટે પ્રધાનમંત્રીશ્રી અને મંત્રી શ્રી રવિશંકર પ્રસાદનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને જાન્યુઆરી-૨૦૨૦માં ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇર્મ્પોટન્સનો દરજ્જો આપ્યો છે. ત્યારબાદ આ વર્ષના જ કેન્દ્રીય બજેટમાં ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશકિત યુનિવર્સિટીને નેશનલ ઇન્સ્ટીટયુટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે આ સતત ચોથી ભેટ તેમણે ગુજરાતને આપી છે.