શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશ, સુરત નલીન ચૌધરી
આજ રોજ સુરત જીલ્લા ખાતે તા. 08/09/2020 ને મંગળવારના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત પત્રકાર એકતા સંગઠન સુરત જિલ્લા વિભાગ દ્વારા એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ “શ્રી લાભુભાઈ કાત્રૉડીયા” ની આગેવાનીમા આ બેઠક યોજવામાં આવી હતી. અને અગત્યના મુદ્દાઓ ની ચર્ચા નુ આયોજન પણ કરવામાં આવ્યું હતું,
સદર મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત એ.સી.પી શ્રી કનેરિયા સાહેબ અને એડવોકેટ શ્રી એમ. એમ. બોધરા સાહેબ અને સુરત જીલ્લા સંગઠન પેનલ એડવોકેટ શ્રી રમેશભાઈ મકવાણા અને શ્રી અવનીશ પંડયા પણ હાજર રહ્યા હતાં, પત્રકાર એકતા સંગઠનના તમામ પત્રકાર ભાઈ બહેનો, હોદ્દેદારો અને ગુજરાતના સૌથી મોટા અને લડાયક અને પત્રકારોનુ હિત માટે તત્પર રહેતા સંગઠનમા સભ્ય તરીકે જોડાવા ઇચ્છતા તમામ સુરત અને સુરત જિલ્લાના પત્રકાર મિત્રોની પણ હાજરી આપવામાં આવી હતી,
જેમાં “સંગઠિત રહીશું તો કોઈ પણ સમસ્યા સામે સંગઠિત થઈ લડી લેશું” ના સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં હતા,
આ બેઠક અને મીટીંગનુ આયોજન સુરત ખાતે આર્ય સમાજની વાડીઅઠવા પોલીસ સ્ટેશનની પાછળચોક બજાર સુરત ખાતે કરવામાં આવી હતી.
નિમંત્રક તરીકે
શ્રી એસ વાય ભદોરિયા
(પ્રભારી દક્ષિણ ઝોન – 4,)
શ્રી હરજીભાઈ બારૈયા (સહપ્રભારી દક્ષિણ ઝોન)
શ્રી સચિન પટેલ (જિલ્લા પ્રમુખ પ્રિન્ટ મીડિયા )
શ્રી સતિષ કુમ્ભાણી
(જિલ્લા પ્રમુખ ઇલે. મીડિયા ) ની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.