રાષ્ટ્રીય

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ગલવાન ઘાટીનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાય:

ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર-ઠેર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ,૧૫મી જૂનનાં રોજ લદ્દાખ નજીક ગલવાન ઘાટીમાં ચીન અને ભારત દેશની સેના વચ્ચે સીમા બાબતે સંઘર્ષમાં દેશનાં ૨૦ વીર સૈનિકો શહીદ થયા: વીર સૈનિકોને નમન કરી સૈનિકોને શ્રદ્ધાંજલિ,

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,   સુરત,નર્મદા,ડાંગ,તાપી,નવસારીનાં પ્રતિનિધિઓ.      ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર-ઠેર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ,૧૫મી જૂનનાં રોજ લદ્દાખ નજીક ગલવાન ઘાટીમાં ચીન અને ભારત દેશની સેના વચ્ચે સીમા બાબતે સંઘર્ષમાં દેશનાં ૨૦ વીર સૈનિકો શહીદ થયા: વીર સૈનિકોને નમન કરી સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાય!

  • તાપી જીલ્લાનાં ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિએ ધારાસભ્ય પુનાભાઈ ગામીત અને ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ સાથે કાર્યકર મિત્રોની હાજરીમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન:
  • ઉમરપાડા ખાતે શહીદો જવાનોની યાદમાં ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ૧૫મી જૂન 2020 ના રોજ લદ્દાખ નજીક ગલવાન ઘાટીમાં ચીન અને ભારત દેશની સેના વચ્ચે સીમા બાબતે અથડામણમાં આપણા દેશના ૨૦ જેટલા વીર સૈનિકો શહીદ થયા એવા વીર સૈનિકોને નમન કરી દેશની સરહદની રક્ષા કરવા માટે વીરગતિ પામ્યા એવા દેશ માટે બલિદાન આપનારા અમારા દેશના સૈનિકોને નમન કરીએ છીએ ત્યાગ અને દેશ માટે જે બલિદાન આપ્યું એ કદી ભૂલી શકાય એમ નથી!  અનેક કોંગ્રેસનાં  કાર્યકરો હાજર રહીને વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
  • માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી આજ રોજ તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી આરામગૂહ ખાતે ચીન સરહદે ભારતના જે જવાનો શહીદ થયા છે એમને શ્રધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શહીદ થયેલા જવાનીને બે મીનીટનું મૌન પાળીને  એમનાં આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રમણભાઈ ચૌધરી, સામજીભાઈ, સાહબુંદીન મલેક, રૂપસિંગભાઇ ગામીત, એડવોકેટ બાબુભાઇ, બિલાલભાઈ પંચભાયા વગેરે હાજર રહ્યા હતા.
  • ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા ખાતેનાં  શહિદ સ્મારક પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન:
  • વઘઇ ગાંધી બાગ ખાતે વઘઇ તાલુકા કોંગ્રેસ સમિતિ ઘ્વારા આયોજન કરાયો  શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ:
  • વાંસદા તાલુકાના ગાંધી મેદાન સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા આપવામાં આવી શહીદોને શ્રધ્ધાંજલી:        વાંસદા તાલુકાના ગાંધી મેદાન સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી આજ રોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેશમાં હાલમાં ચીન દ્વારા ષડયંત્ર કરી બોર્ડર પર ઘૂસણખોરી કરી કરાર નો ભંગ કરી ગલવાન ઘાટીમાં આપણા જવાનો સાથે ઘર્ષણમાં વીસ જવાનો શહીદ થયા હતા. તેમને દિપ પ્રગટાવી આપી શ્રધ્ધાંજલી, ચીનના વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી, જવાનોનો હોસલો બુલંદ રહે, હવે પછી પણ ચીન પાછું ઘુસણખોરી કરશે તો ચીન ને એની ભાષામાં વખોડીશું.. તેવું ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है