શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા કમલેશ ગાંવિત
કોરોના મહામારીના કેસો દેશભરમાં વધતાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ કોરોના ના કેસો વધતાં વાંસદા થી ૧૨ કિલોમીટર બીલમોડા મહારાષ્ટ્ર બોર્ડર પર વાંસદા પોલીસે ચેકીંગ હાથ ધર્યુ છે.
વાંસદાથી ૧૨કિલોમીટર પર બિલમોડાં ચેકપોસ્ટ કે જે મહારાષ્ટ્ર અને ગુજરાત ને જોડતી બોર્ડર છે. કોરોના મહામારી ને લઈને વાંસદા પોલીસે મહારાષ્ટ્રથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું. જેમાં અવરજવર કરનારા લોકોનો ટેમ્પ્રેચર માપી આરોગ્ય ખાતાનું કામ પણ પોલીસકર્મીઓએ કર્યું.વાંસદા સિનિયર પી.એસ.આઇ. વિરેન્દ્રસિંહ વાઘેલા હાજર રહી કોરોના ટેસ્ટ રિપોર્ટ વાહનચાલક પાસે છે કે નહીં નેગેટિવ પોઝિટિવ રિપોર્ટની ચકાસણી પોતે કરી જે લોકો પાસે રિપોર્ટ ના પેપર ન હતા તેવા વાહન ચાલકોને બોર્ડર પરથી પાછા પરત કર્યા. પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલાનું કહેવું છે કે જે લોકો પાસે કોરોના ટેસ્ટ રિપોર્ટ ન હોય એ લોકોને બોર્ડર પરથી પ્રવેશ આપવો નહીં નેગેટિવ રિપોર્ટ હોય તે લોકોને જ પ્રવેશ મળશે આ કામગીરી હાથ દરમ્યાન આરોગ્ય ખાતાના કર્મચારી કોઈ પણ હાજર ન હતા પૂછપરછ કરતાં જાણવા મળેલ કે તેઓ લંચ માટે ગયા છે. પરંતુ લંચ પર ગયા પછી પણ તેઓ ચેકપોસ્ટ પર અઢીથી ૩ કલાક સુધી ગેરહાજર હતાં લોકોની સુરક્ષા અને પોતાની ફરજનું ભાન આરોગ્ય ખાતાના કર્મચારીઓને નથી? શું લંચ સમયે પોઝેટિવ લોકોનું અવરજવર નહીં થઈ શકે ? એમની ગેરહાજરીમાં જો કોઈ પોઝિટિવ કેસો બિલમોડા બોર્ડર પરથી પ્રવેશ થયા તો તેનો જવાબદાર કોણ? આરોગ્ય ખાતાનું કામ પણ પોલીસ કરશે તો આરોગ્ય ખાતાના કર્મચારી શું કરશે?