
શ્રોત: ગ્રામીણ ટુડે, વેબ ટીમ
એક ઘટના આવી પણ? આ ઘટના દ્વારા ડર ફેલાવવાનો અમારો કોઈ મતલબ નથીઃ પરંતુ આ દિવસોમાં સાવધાની પણ જરૂરી! લોકડાઉન ખુલ્યું નહિ કે લોકો ગાઈડલાઈન્સ ભુલ્યા શું સરકારની મહેનત પાણીમાં?
મુંબઈમાં બની ચોકાવનારી એક નહિ બે ઘટના ફક્ત પાંચ મિનીટ કાઢીને વાંચો કદી પસ્તાવાનો વારો નહિ આવે!
સમાજ માટે દુઃખદ અને લાલબત્તી સમાન! કોરોના મહામારીમાં સાવધાની જ એકમાત્ર ઉપાય છે, સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન્સ દરેક માણસો પાળે તે અતિ મહત્વનું મુંબઈમાં ઉલ્હાસનગર ખાતેની એક મહિલા પામી મૃત્યુ હોસ્પિટલ વાળાને શંકાસ્પદ લાગતાં કોરોના ટેસ્ટ કરવાં મોકલી દેવાયું, રીપોર્ટ બાદ થયું મરણ પાછળથી પોઝીટીવ રીપોર્ટ આવતાં અંતિમ સંસ્કારમાં સામેલ થવાં આવ્યા હતાં પરિવારનાં ૭૦ લોકો પરંતુ બની ઘટના એવી કે પાછળ થી ૧૮ લોકો બન્યાં કોરોના વાયરસથી ભોગ, આખા પરિવારમાં માતમ: બીજી ઘટનામાં બહુ વધારે લોકો એક આધેડ વ્યક્તિનાં અંતિમયાત્રામાં જોડાયા તેમાંથી ૨૦ લોકોને કોરોના વાયરસનો લાગ્યો ચેપ, આપણે ભીડથી દુર રહીએ તે જરૂરી છે,
ગાઈડલાઈન્સ મુજબ સ્મશાન યાત્રામાં ૨૦ અને લગ્ન પ્રસંગે ૫૦ લોકોએ હાજરી આપવી અન્યથા વધુ લોકોની હાજરી ગુનો બને છે, નિયમ આપણા ભલા માટે જ છે આપણે સામાજિક દુરીનો ઉપયોગ કરવોજ રહ્યો, આપણી લાગણીઓ આપણને હાલનાં સમયે દગો આપી શકે છે, અદ્રશ્ય શત્રુ કોરોનાથી સાવધાની રાખવી જરૂરી છે, આપણા પ્રધાનમંત્રી હમેશાં કહે છે “દો ગજ કી દુરી” જરૂરી બીજું માસ્ક હંમેશા અને સતત સેનીટાઈઝરનો ઉપયોગ, નિયમ નહિ આ ત્રણ વાતો જીવનનાં મંત્રો બનાવી લઇએ તો હારશે કોરોના જીતશે ભારત!