શિક્ષણ-કેરિયર

કેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ અને ૩૭૫ એકરમાં વિસ્તરેલા “જંગલ સફારી પાર્ક” ને પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લુ મુકાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા


રાજપીપલા :- નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલા અને ૩૭૫ એકરમાં વિસ્તરેલા “જંગલ સફારી પાર્ક” ને ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવેલું હતું. પરંતુ નોવેલ કોરોના મહામારીને લીધે બંધ કરવામાં આવ્યું હતું. હાલ કોવીડ-૧૯ના સંક્રમણને પગલે કેટલીક છુટછાટો સાથે જન જીવન પૂર્વવત થઇ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સફારી પાર્ક, અભ્યારણો, નેશનલ પાર્ક વગેરે જેવા સ્થળો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકવામાં આવ્યાં છે, જે અન્વયે સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે કેવડીયામાં આવેલ “જંગલ સફારી પાર્ક” આજે તા. ૧ લી ઓક્ટોબર,૨૦૨૦ ને ગુરૂવારના રોજથી પ્રવાસીઓNA માટે પુન: ખૂલ્લુ મુકવામાં આવ્યું છે.

જંગલ સફારી પાર્કના મદદનીશ વન સંરક્ષકશ્રી રવિરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હાલ સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાને લઇ “જંગલ સફારી પાર્ક’ માટે પ્રવાસીઓ ઓનલાઇન ટીકીટ www.sou.tickets.in પરથી બુક કરાવી શકશે. આ જંગલ સફારી પાર્કમાં સવારના ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં દરેક કલાકે ૫૦ પ્રવાસીઓને એન્ટ્રી મળે એ મુજબ ૫૦ ટિકીટનો સ્લોટ રાખવામાં આવેલ છે, જેની પ્રવાસીઓને નોંધ લેવા ખાસ વિનંતી કરાઇ છે.

વધુમાં શ્રી રાઠોડે ઉમેર્યું હતું કે, આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ પ્રથમ દિવસે સવારના ૧૧:૦૦ વાગ્યા સુધીમાં ૫૫ ટિકીટ બુક થયેલ છે અને પ્રવાસીઓ આવવાના શરૂ થઇ ગયેલ છે. પ્રવાસીઓ વન્ય સુષ્ટિના વિવિધ પ્રાણીઓ જોઇને આંનદ મેળવે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેની સાથોસાથ પ્રવાસીઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે અને સેનીટાઇઝરનો ઉપયોગ કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોવાનું શ્રી રાઠોડે જણાવ્યું હતું.

આજે પ્રથમ દિવસે જંગલ સફારી પાર્કની મુલાકાત લેનાર વડોદરાના પ્રવાસી મુલાકાતી શ્રી હરીશભાઇ રાજારામભાઇ ખાંડેકરે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, જંગલ સફારી પાર્કની મુલાકાત લઇને આજે અમને પક્ષીઓ- પ્રાણીઓ જોવાનો લ્હાવો મળ્યો છે, તે જોઇને હું ખૂબ જ આનંદ અનુભવું છું તેની સાથોસાથ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સેનીટાઇઝરનો ઉપયોગ થાય તેની કાળજી રાખવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.અન્ય પ્રવાસી શ્રી દિપકભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે, અમે કોવીડ-૧૯ ના લીધે ઘરે જ રહ્યાં હતાં પરંતુ “જંગલ સફારી પાર્ક” ખૂલશે તે સાંભળ્યા બાદ અહીં બાળકો સાથે આવવવાનું નક્કી કર્યું. આ સ્થળની મુલાકાત લઇને આજે અમે ખૂબ જ આંનદની લાગણી અનુભીવીએ છીએ તેમજ બીજા લોકોને પણ આ સ્થળની મુલાકાત અચૂક લેવા તેમણે જણાવ્યું હતું. તેજ રીતે પ્રવાસી મુલાકાતી શ્રીમતી નેહાબેન જોશીએ કહ્યું કે, લોકડાઉનના સમયમાં ઘરે જ હતાં, પરતું આજે જંગલ સફારી પાર્કમાં ફરીને ખુબ જ મજા આવી અને આ જંગલ સફારી પાર્કમાં તમામ વ્યવવસ્થા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है