
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર પ્રદીપ ગાંગુર્ડે
આહવાના એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ:
સાપુતારા: રાજ્યસ્તરે ચાલી રહેલા ગુજરાત એસ.ટી. નિગમના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તા.૧૨મી ડિસેમ્બરના રોજ, ડાંગ જિલ્લાના આહવા એસ.ટી. ડેપો ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી.
આ વેળા શ્રી જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારાના વિદ્યાર્થીઓએ ડેપો પરિસરમાં શહેરી નાટક દ્વારા સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો કર્યા હતા. જેમાં, મોટી સંખ્યામાં મુસાફરો હાજર રહ્યા હતા.
જાહેર મુસાફર જનતામા નિગમના સફાઈ અભિયાનના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે આહવા એસ.ટી. ડેપોના તમામ કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ‘શુભયાત્રા-સ્વચ્છ યાત્રા’ બેનર તેમજ પોસ્ટરો દ્વારા સ્વચ્છતા અભિયાનનો સંદેશો ગુંજતો કર્યો હતો.
એસ.ટી નિગમ દ્વારા બસ સ્ટેન્ડ તેમજ બસોમાં પ્રદર્શિત કરેલ QR CODE થકી, સ્વચ્છતા અંગેના અભિપ્રાય આપવા અંગે વિશેષ સમજૂતી પૂરી પાડવામાં આવી હતી.
સ્વચ્છતા કાર્યક્રમમા પોતાનો અમૂલ્ય યોગદાન આપનાર પી.એમ. શ્રી જવાહર વિદ્યાલયના આચાર્ય શ્રી એન.એસ.રાને, ઉપ આચાર્ય શ્રી ડી.આર.પાટીલ, શિક્ષકો શ્રી બનવારીલાલ, શ્રીમતી પૂનમબેન વિગેરે હાજર રહ્યા હતા.
આહવા એસ.ટી.ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારે શાળાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગેની કૃતિઓને બિરદાવી નવોદય વિદ્યાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.