શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ઉમરપાડા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું;
તલાટી કમ મંત્રી ની પરીક્ષા નું પેપર નહીં ફુટે તેની સરકાર ગેરંટી આપે;
ઉમરપાડા તાલુકા આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપતા જણાવેલ કે ગુજરાતભરમાં તલાટી કમ મંત્રીની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં છેલ્લી ઘણી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાના બનાવો બનતા આવ્યા છે. જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા અને નોકરીની રાહ જોતા વિદ્યાર્થીઓના ભાવિને નુકશાન થઈ રહ્યું છે. સાથે પરિક્ષાર્થીઓ પાસેથી ફી તેમજ વાહન ભાડા પેટે કરોડો રૂપિયા ઉઘરાવીને જાણે કે સરકાર દ્વારા ભંડોળ ઉભું કરી રહયા છે,
ઉમરપાડા તાલુકા આદમી પાર્ટી દ્વારા મંગળવારે લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપતા જણાવેલ કે ગુજરાતભરમાં તલાટી કમ મંત્રીની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં છેલ્લી ઘણી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાના બનાવો બનતા આવ્યા છે. જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા અને નોકરીની રાહ જોતા વિદ્યાર્થીઓના ભાવિને નુકશાન થઈ રહ્યું છે. સાથે પરિક્ષાર્થીઓ પાસેથી ફી તેમજ વાહન ભાડા પેટે કરોડો રૂપિયા ઉઘરાવીને જાણે કે સરકાર દ્વારા ભંડોળ ઉભું કરી લેવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. જેથી પરિક્ષાર્થીઓનું ભવિષ્ય નહી ડોહળાય તે હેતુથી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે અને જો પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવશે એવી જવાબદારી લેવાની માંગણી સાથે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આમ આદમી ઉમરપાડા તાલુકા પ્રમુખ ગૌરાંગભાઈ વસાવા તેમજ ઉપ પ્રમુખ બિપીનભાઈ વસાવા, લીગલ સેલના પ્રમુખ હરેશભાઈ (એડવોકેટ) સક્રિય કાર્યકર્તા વિશાલ ભાઈ તેમજ પરિક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.