શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
આઝાદીનો અમૃત મહોત્સવ, इंडिया@75 અંતર્ગત: આખા દેશમાં આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપ અનેક કાર્યક્રમ ચાલી રહ્યા છે.
દેશની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીને અનુલક્ષી ઓલપાડ ખાતે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
તા.ર૮મી માર્ચે વડોલી ગામે દાંડી-યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશેઃ
સુરતઃ ભારતની સ્વતંત્રતા-આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીનો અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સંદર્ભે તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવ્યો હતો. જે તા.૨૮મી માર્ચ થી ૨જી માર્ચ સુરત જિલ્લાના વિવિધ ગામો તથા સુરત શહેરમાં પરિભ્રમણ કરી નવસારી જવા રવાના થશે.
દાંડીયાત્રાના આયોજન સંદર્ભે ઓલપાડ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. દેશભક્તિના અવસરની ઉજવણી શાનદાર રીતે થાય તેવા આશયથી કલેકટરશ્રી દ્વારા નવ જેટલી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં આયોજન, વ્યવસ્થાપનથી લઈને દાંડી યાત્રીઓ માટે ભોજન, રાત્રી નિવાસ, સ્વાગત, રૂટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, મંડપ, સાઉન્ડ સીસ્ટમ અંગેની કામગીરી સુપેરે પાર પડે તે માટે સંબધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
તા.૨૮મી માર્ચેના રોજ રોજ સાંજે ૪.૧૫ વાગે ઓલપાડના વડોલી ખાતે આવી પહોચશે ત્યારે પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ યાત્રી નીકળી ઉમરાછી ખાતે સ્વાગત, રાત્રીરોકાણ કરશે. બીજા દિવસે તા.૨૯મીએ સવારે ઉમરાછીથી નીકળી વડોલી, ભાદોલ, કદરામા, એરથાણ, ટકારમા, સોદામીઠા થઈ ભાટગામ દાંડીકુટીર ખાતે રાત્રી રોકાણ કરશે. તા.૩૦મીના રોજ ભાટગામથી નીકળી રાજનગર (મહંમદપોર) ગોલા, અછારણા, સાંધીયેર, પરીયા ગામ થઈને દેલાડ ગામે રાત્રીરોકાણ કરશે. તા.૩૧મીના રોજ સમગ્ર દિવસ દરમિયાન દેલાડ ખાતે પરિભ્રમણ કરી દેલાડ ખાતે રાત્રીરોકાણ કરશે. તા.૧લી મેના રોજ દેલાડથી નીકળી છાપરાભાઠા ગામે રાત્રીરોકાણ કરશે. છાપરાભાઠા ખાતે યાત્રી નિવાસ ખાતે સાંસ્કૃતિક કાર્યક્મો તથા વકતાઓ દ્વારા આત્મનિર્ભર ભારત, ન્યુ ઈન્ડિયા, દાંડીયાત્રાના ઐતિહાસિક વિશેના વકતાઓ દ્વારા વકતવ્ય રજુ કરવામાં આવશે. તા.૨જીએ છાપરાભાઠાથી નીકળી અમરોલી બ્રિજ, ગજેરા સર્કલ, બાલાશ્રમ થઈ ડીડોલી, બપોર દેલાડવા, સણીયા કણદે, ખરવાસા થઈ વાંઝ ગામે રાત્રીરોકાણ કરશે. તા.૩જીએ સવારે પોપડા ગામ જવા રવાના થશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.