
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તા.૨૧મી માર્ચ,૨૦૨૨ના રોજ “ આંતર રાષ્ટ્રીય વન દિવસ”ની ઊજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યમાં “નમો વડ વન”નો શુભારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સેટકોમ મારફતે જોડાયા હતા. આ કાર્યક્રમ અન્વ્યે તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ બાયસેગ માધ્યમથી મુખ્યમંત્રીશ્રીનું ઉદ્બોધન નિહાળવામાં આવ્યું હતું. જેમાં વ્યારા તાલુકાના ચિખલવાવ પ્રાથમિક શાળા ખાતે સામાજિક વનીકરણ રેંજ વ્યારાના આર.એફ.ઓ હર્ષિદા ચૌધરી, ફરેસ્ટર એસ.એમ.નાયક, ડી.ઓ.ચૌધરી, બી.એમ.ચૌધરી, બીટગાર્ડ સી.એમ.ગામીત, શાળાના આચાર્યશ્રી વસાવા, અન્ય શિક્ષકમિત્રો, તાલુકા પંચાયત સભ્યો હસમુખ ગામીત, સરપંચ રીના ગામીત, સુમુલ દુધ મંડળીના સભ્યો, પ્રકૃત્તિ પ્રેમીઓ, સ્થાનિક આગેવાનો, વન વિભાગના અન્ય કર્મચારીઓ, ગ્રામજનો સહિત શાળાના ૮૦ થી વધુ બાળકો જોડાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “નમો વડ વન” બાબતે અને “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, જીવન બચાવો”ના સુત્રને સાર્થક કરવા અંગે બાળકો સાથે ચર્ચા વિચારણા કરી હતી.