
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આપણા દેશમાં દિવસે દિવસે મોંધવારી, ગરીબી, બેકારી અને ભૂખમરો જેવી સમસ્યાઓ વધતી જાય છે. પણ જયારે તમે આ મુદ્દાઓ પર વાત કરશો તો કદાચ કોઈ તમને રાષ્ટ્ર વિરોધી કહે તો ખોટું નહિ..!
કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી દેશની સમસ્યાઓમાંની એક ગંભીર સમસ્યા છે. સમગ્ર દેશમાં મોંઘવારીનો દર સતત વધી રહી છે. અલગ અલગ રીપોર્ટસ નાં આધારે ૨૦૧૭ થી ૨૦૨૨ નો ભાવ વધારા ફેરફાર દર જેવાં કે દુધ | શક્તિ ૧૨, દુધ ગોલ્ડ ૧૫%, ચોખા માં ૨૦%, ઘઉં ૨૦%, મીઠું ૩૫%, તુવેર દાળ ૩૭%, મગ દાળ ૩૯%, બટાટા ૪૩%, મગફળી તેલ ૫૧, ટામેટા ૮૬%. પેટ્રોલ ૩૭ ડીઝલ ૪૧%, ગેસ સિલિન્ડર ૬૯%, સીએનજી ૭૦% જેટલી મોંધવારી વધી છે.
મોંઘવારી અને બેરોજગારી પર ઇન્ડિયન યુથ કોંગ્રેસ યુથ પોલિસી અને રીસર્ચ ડીપાર્ટમેન્ટ ના નેશનલ કોર્ડીનેટર મુહંમદ તબરેજ એ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતુ કે સતત વધતી જતી મોંઘવારીના લીધે લોકો માટે અનાજ, કપડાં અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બનતી જાય છે. મોંઘવારીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં થતા બેફામ વધારાથી સામાન્ય લોકો માટે જીવન એક પડકાર બની ગયું છે.
ગુજરાત યુથ કોંગ્રેસ યુથ પોલિસી અને રીસર્ચ ડીપાર્ટમેન્ટ ના સ્ટેટ કોર્ડીનેટર જુનેદ પટેલ એ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોંઘવારી અને તેના લીધે આજે ગરીબ અને મધ્યમવર્ગનો માનવી પિસાઈ રહ્યો છે. મોંઘવારીને કારણે તો આજે ગરીબો અને અમીરો વચ્ચે મોટી ખાઇ રચાઇ છે. ગરીબો ગરીબ બનતાં જાય છે, જ્યારે અમીરો અમીર બનતા જાય છે.
અત્રે આ વાતને નકારી શકાય નહિ કે દેશ આખો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી કરી રહ્યો છે, અને બીજી તરફ મોઘવારીએ સામાન્ય માણસો ની કમર તોડી નાખી છે, ડોલર ની સામે ગબડતો રૂપિયો સરકારની શાન ઠેકાણે લાવી રહ્યો છે,
એ કડવું સત્ય છે કે મોંઘવારી અને તેના લીધે આજે ગરીબ અને મધ્યમવર્ગનો માનવી પિસાઈ રહ્યો છે તે વચ્ચે સરકારે કોઈ રાહત પેકેજ બનવવાના બદલે યેનકેન રીતે આમ જનતાને લુટી રહી છે, મોંઘવારીને કારણે તો આજે ગરીબો અને અમીરો વચ્ચે મોટી ખાઇ બનતી જાય છે. જયારે બીજી તરફ સરકાર કંપનીઓના દેવા માફ કરી ઉદ્યોગપતિઓને લહાણી કરાવી રહી છે.