
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
કાકડીઆંબા ડેમની પાણીની સપાટી વટાવી જતાં ડેમ ઓવરફ્લો થયો;
નવીફડી થી નાના કાકડીઆંબા તરફ જતા રસ્તા નાં પુલપર ડેમનું પાણી ફરી વળતા રસ્તો બંદ થતાં ગ્રામજનોને ભારે હાલાકી; ઘણાં લોકો જીવના જોખમે કોઝવે પાર કરતાં જોવા મળ્યા :
સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ થી નવીફડી તરફ જતા રસ્તા પરના પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનો ને અવર જવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ગામ માં અવરજવર કરવા માટે એક માત્ર રસ્તો છે, જે રસ્તો કાકડીઆંબા ડેમથી નીચાણ વાળા ભાગ માંથી પસાર થાય છે અને ડેમનું પાણી અવરફલો થતા રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો માટે મોટી આપતી આવી પડી છે. ત્યારે ગામના બાળકો એક થી પાંચ ધોરણ સુધી ગામની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે અને આઠમું ધોરણથી ગામના બાળકો નાનાંકાકડીઆંબા કે સાગબારા તાલુકા મથકે અભ્યાસ કરવા જતા હોય છે જેમના માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી ભવિષ્ય બગડે તેમ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા બંધ હોવાથી ખેત મજૂરો, ખેડૂતો, રાહધારીઓ, દૂધ ભરવા જતા પશુપાલકો, તથા ધંધાર્થે બહાર જતા લોકોને મોટી સમસ્યા ઉભી થઈ પડી છે, પાછલાં દિવસોમાં બહાર થી આવનાર ગ્રામજનોને રસ્તો બંધ હોવાથી ડેમ નજીક રાતવાસો કરવો પડ્યો હતો.
વધુમાં આ બાબતે સ્થાનિકો નાં જણાવ્યા અનુસાર ડેમની માછલીઓ માટે જાળ મૂકવામાં આવે છે પણ ગામવાસીઓ માટે કોઈપણ વ્યવસ્થા કરવામાં આવતી નથી ગ્રામજનોના ઘરેલું પાલતું જનાવરો પણ તણાઈ જવાની શક્યતા છે. જવાબદાર તંત્ર વહેલી તકે ગામની મુલાકાત લઈ કોઝવેની ઉંચાઇ, લંબાઈમાં વધારો કરવામાં આવે અથવા પુલનું નિર્માણ કરાય તો ગ્રામજનોને રાહત મળે તેમ છે.