
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે Sc.St. સેલ અંતર્ગત પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું ;
નર્મદા: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ પ્રેરિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ડેડિયાપાડામાં તારીખ 17 ફેબ્રુઆરી 2023ના રોજ “સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોનું યોગદાન” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અને તેના કાર્યો, ઉદ્દેશ્યો વિશે માહિતી મેળવે તથા દેશના સ્વાધીનતા સંગ્રામમાં પોતાનું લોહી અર્પનાર જનજાતિ નાયકો ના જીવન કાર્યને સમજે એવા ઉદ્દેશ્યથી આ એકદિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તા તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના Sc. St. સેલના અધ્યક્ષ ડૉ.દીપકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તથા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વેદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તુલનાત્મક વિભાગના અધ્યક્ષ ડૉ. ભરત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તુલનાત્મક વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ.એ.વી. ગામીત તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના કોમર્સ વિભાગના પ્રાધ્યાપક ડૉ. યોગેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
પરી સંવાદમાં આદિવાસી જનજાતિ નાયકો ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રદાન વિશે વાત કરતા ડૉ. દીપકભાઈ સાહેબે બિરસા મુંડા, ઝાલકાબાઈ, ગુરુ ગોવિંદ, ભીમા નાયક વગેરે જે વગેરે જેવા સ્વાતંત્ર સંગ્રામમાં પોતાનું લોહી રેડનાર જન જાતિ નાયકોની વાત વિદ્યાર્થીઓની સમક્ષ મૂકી હતી. જ્યારે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડોક્ટર ભરત ઠાકોરે આઝાદીના અમૃત મહોત્સવ અને તેમાં અસ્મિતા અસ્તિત્વ અને વિકાસ માટે પ્રવૃત્તિ થવા માટે તથા આપણા જનનાયકોને કાયમ યાદ રાખી એમના જીવનમાંથી પ્રેરણા મેળવવા માટે પ્રેરણા સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં આભાર દર્શન ડૉ.રમેશભાઈ વસાવા એ કર્યું હતું તથા કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડૉ.ધર્મેશ વણકરે કર્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા