શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વિનામુલ્યે સિલિન્ડનો લાભ:
ચાલુ માસ દરમિયાન ગેસ એજન્સીનો સંપર્ક કરી લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીનો અનુરોધ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ગુજરાત સરકારશ્રીના તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : FCSCAD/NEW/e-FILE/5/2023/2275/B અન્વયે તમામ લાભાર્થીઓને વર્ષમાં ૨ ગેસ સિલિન્ડર વિનામુલ્યે રીફીલિંગ કરી આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે વર્ષ – ૨૦૨૪ માં ઓક્ટોબર થી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન એક સિલિન્ડરનો વિનામુલ્યે લાભ મળવાપાત્ર છે.
ડાંગ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ હજી સુધી આ લાભ મેળવેલ નથી. જેથી તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માસ દરમિયાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ડાંગ ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.