બ્રેકીંગ ન્યુઝ

યુવતી ઉપર દુષ્કર્મ આચરનારને ફાંસીની માંગ: ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર!

સુરત જીલ્લાનાં વાંકલ અને ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજના યુવા કાર્યકરોએ કહ્યું કે આવી ઘટના બાબતે તમામ આદિવાસી સમાજને જાગૃત બનવાની, લડત આપવાની જરૂર: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા 

સુરત જીલ્લાનાં ઉમરપાડા આદિવાસી સમાજનાં  યુવા કાર્યકરો દ્વાર  મામલતદારને આવેદનપત્ર અપાયું!  ગત દીવસોમાં  વ્યારામાં એક આદિવાસી નબાલિક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું આ મુસ્લિમ યુવકને ફાંસીની સજા આપવાની માંગ સાથે… ઉમરપાડાના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું, આદિવાસી સમાજના યુવા કાર્યકરોમાં રોષ: કહ્યું કે  આવી ઘટના બાબતે તમામ આદિવાસી  સમાજને જાગૃત બનવાની જરૂર: 

વાંકલ અને ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજના યુવા કાર્યકરોએ વ્યારામાં 14 વર્ષીય આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર મુસ્લિમ યુવકને ફાંસીની સજા આપવાની માંગ સાથે ઉમરપાડા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મળતી માહિતી મુજબ અનેક પાર્ટીઓ આ દુષ્કર્મિને બચાવવા મેદાને પડી છે, પરંતુ હમોને દેશનાં કાયદો અને વ્યવસ્થા પર ભરોષો છે આવાં લોકોને સજા ફટકારી સમાજમાં દાખલો ઉભો કરવાં ન્યાય તંત્ર સખ્તાઇ વરતે તે જરૂરી છે,
ઉમરપાડા કેવડી ગામના આદિવાસી યુવા કાર્યકર અરવિંદભાઈ વસાવાનાં  નેતૃત્વ હેઠળ કૃપાલસિંહ વસાવા સહિતના યુવા કાર્યકરોએ ઉમરપાડાના મામલતદાર ભરતભાઈ સી. ગામીતને આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે તાજેતરમાં વ્યારા ખાતે એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં 7 માં માળે સોયબ રાહતખાન પઠાણ નામના મુસ્લિમ યુવકે મરજી વિરુદ્ધ 14 વર્ષીય આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું ભૂતકાળમાં તાપી જિલ્લામાં આદિવાસી સમાજની અભ્યાસ કરતી અને મજુરી, કડિયા કામ કરતી યુવતીઓને અન્ય  સમાજના યુવકોએ અનેકવાર શિકાર બનાવી છે અને ધાક ધમકી દ્વારા મામલો દબાવી દેવાય છે, ત્યારે આદિવાસી સમાજની બહેન દીકરીઓને આવાં  ઈસમો ભોળપણનો ઉપયોગ કરી લાલચ આપી અનેક  નીતિ અપનાવી પ્રેમ જાળમાં ફસાવે છે તાપી જિલ્લો બહુલ આદિવાસી વસ્તી ધરાવતો હોવા છતાં સંગઠીત ન થવાનાં  આભાવે અને પાર્ટીઓમાં વહેચાયેલા હોવાનાં લીધે  લઘુમતી ઓના શોષણનો ભોગ અમારા આદિવાસી સમાજના તાપીનાં લોકો બની રહ્યા છે ત્યારે આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ આદિવાસી યુવાનોએ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है