દેશ-વિદેશ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપીમાં ઓનલાઈન માધ્યમ થી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો:

તાપી જિલ્લામાં સ્વસહાય જુથની બહેનોને રીવોલ્વીંગ ફંડ રૂપિયા ૨૧.૫૬ લાખ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ રૂપિયા ૯૯.૪૦ની સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું;

વ્યારા-તાપી : આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વસહાય જુથ(SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનશ્રીએ દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત સખી મંડળના જુથ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. આ અન્વયે તાપી જિલ્લામાં વ્યારા સ્થિત ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ચેક સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે સુરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાતની વિકાસ યાત્રામાં પણ મહિલાઓનો સક્રિય ફાળો રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બહેનોઓને સ્વાવલંબી બનાવવા માટે ૧૭૮થી વધુ મહિલા કલ્યાણલકક્ષી યોજનાઓ અમલી બનાવી છે તેમ જણાવી ખાસ કરીને વ્હાલી દિકરી યોજના, કુબરબાઇનું મામેરૂ, શિષ્યવૃતિ, ઉચ્ચ શિક્ષણ, ગંગાસ્વરૂપ યોજના જેવી અનેકવિધ યોજનાઓનો મહિલાઓએ વધુ લાભ લેવો જોઇએ તેમ જણાવી અંતરિયાળ વિસ્તારની બહેનો જેઓ સખીમંડળમાં સભ્ય બની વિવિધ પ્રવૃતિઓ દ્વારા નાની-મોટી રોજગારીથી આત્મનિર્ભર બની શકાય તે અંગે માર્ગદર્શન આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વહિવટી તંત્રની કામગીરીને બીરદાવી મહિલાઓને ખેતી અને પશુપાલનની સાથે અન્ય પ્રવૃતિઓ દ્વારા વધારાની આવક મેળવી સ્વાવલંબી બનવા અનુરોધ કર્યો હતો.
કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, સ્વસહાય જુથનો ઉદભવ જ મહિલાઓને ગ્રામ્ય કક્ષાએ જુથ બનાવી નાના વ્યવસાય, ઉદ્યોગ અને વિવિધ કૌશલ્યો દ્વારા આત્મનિર્ભર બનાવવા માટે થયો છે ત્યારે જિલ્લામાં સક્રિય સખી મંડળોની બહેનો આગળ આવી અન્યોને વિવિધ પ્રવૃતિઓ અંગે જાણકારી આપી બહેનો વિવિધ તાલીમોના માધ્યમથી રોજગારી મેળવી પગભર બને તે માટે અપીલ કરી હતી. સરકાર દ્વારા કાર્યરત અનેક્વિધ યોજનાઓનો હેતુ મહિલાઓને સર્વાંગી વિકાસ કરવાનો છે એમ જણાવી બહેનોને કેંટીન, નર્સરી, ગૃહ ઉદ્યોગ, બામ્બુની બનાવટ, ખેતી, પશુપાલન, ભરતકામ, ડેરી ઉદ્યોગ, જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા આર્થિક રીતે વધારે સુદ્રઢ બનવા જણાવી ઉપસ્થિત વિવિધ સામાજિક સંગઠનના આગેવાનોને અંતરિયાળ વિસ્તારની મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો તેમણે સહાય મેળવનાર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશકુમાર કાપડિયાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વસહાય જુથની બહેનો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી જણાવ્યું હતું કે, આજે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજના અંતર્ગત રીવોલ્વીંગ ફંડ હેઠળ ૧૭૬ સ્વસહાય જુથને રૂપિયા ૨૧.૫૬ લાખ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ કુલ ૧૫ સ્વસહાય જુથને ૯૯.૪૦ની સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે તાપી જિલ્લાની મહિલાઓ ખુબજ ઉદ્દ્મી છે અહી બહેનો મીટર રીડીંગ, પેપર ડીસ બનાવવું, મંડપ ડેકોરેશન, મત્સ્ય પાલન જેવા વ્યવસાયો થકી પર્યાપ્ત રોજગારી મેળવી રહી છે સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇ પોતાના આવડતમાં વધારો કરી આવકમાં વધારો કરે તે જરૂરી છે એમ જણાવ્યું હતું. તમામ બહેનોને આર્થિક રીતે પોતના કુટુંબ અને સમાજને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવોના રીવોલ્વીંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને રીવોલ્વીંગ ફંડ હેઠળ લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ તથા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તમામ બહેનોને ગૃહ ઉદ્યોગ, વેસ્ટમાંથી બેસ્ટ, ભરતકામ જેવા વિષ્યોની માર્ગદર્શક પુસ્તિકા અને સાડી ભેટરૂપે આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામાએ સ્વાગત પ્રવચન તથા ડીએલએમ પંકજ પાટીદારે આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન ગામીત, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સરિતાબેન વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન સોનલબેન પાડવી, શક્તિ ફાઉન્ડેશનના ચેરમેન સોનલબેન રાચાણી , દિવાળીબેન ટ્ર્સ્ટના મુકેશભાઇ ભક્ત, લિજ્જ્ત પાપડના લક્ષ્મીબેન પરમાર સહિત અન્ય મહાનુભવો, લાભાર્થી બહેનો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है