૧૪ એપ્રિલ સુધી ભારત કરવામાં આવ્યું લોક ડાઉન! કોરોના વાયરસથી થતો ફેલાવો સંક્રમણની ચેન તોડવાનું કામ એટલે સરકાર દ્વારા જનહિતમાં જાહેર થયેલું “જનતા કરફ્યું” ૨૨ માર્ચ ૨૦૨૦ ભારત માટે અને ખાસ કરીને મુંબઈ,દિલ્હી,મદ્રાસ,કોલકાતા,બેંગલોર જેવાં દેશનાં મહાનગરો રહ્યાં સજ્જડ બંધ, મુંબઈ જેવાં મહાનગર માટે કહેવાય છે કે આ શહેર ક્યારેય થમતું જ નથી આજે મુંબઈ પણ થંબી ગયું!
ભારત દેશની સમગ્ર જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરી હતી ” જનતા કરર્ફ્યુ” ની અપીલ લોકોએ આપ્યું સમર્થન, આજ થી ૧૪ એપ્રિલ સુધી ભારત કરવામાં આવ્યું લોક ડાઉન!
- ગુજરાત સહીત આખા દેશમાં ધારા ૧૪૪ લાગું કરવામાં આવી, પ્રજાનો સરકારને બંધ મુદ્દે સમર્થન, આજથી આખા ભારતમાં લોક ડાઉન! ગુજરાતમાં કોરોના પોઝીટીવ કુલ ૩૬ કેસોથી દેહ્સત ગુજરાત માટે જરૂરી છે જનતા કફ્યું/ લોક ડાઉન, વગર કામે ઘરોમાંથી બિનજરૂરી બહાર ન નીકળવા મુખ્યમંત્રીની અપીલ, કોરોના બાબતે સમગ્ર દેશ એકમત થયો છે,
- રેલ, બસ પરિવહન અને વિમાન સેવા બંધ! સલામતી અને કોરોના વાયરસ સાવચેતીનાં વધુ લેવાયાં નિર્ણયો
- ગુજરાતમાં થયું એકનું પહેલું મોત સાથે દેશમાં ૧૦લોકોનાં મોત, દેશમાં ૫૦૦થી વધારે લોકો પોઝીટીવ ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં લોક ડાઉન / કફ્યુંથી દરેક ગામો, શહેરો સજ્જડ રહ્યા બંધ! કાયદો તોડવાથી બે વર્ષની થઇ શકે છે જેલ,
- દેશહિત માટે વડાપ્રધાન મોદીજીએ સમગ્ર જનતાનો માંગ્યો સહકાર, ઘરોમાં રેહવા કરી અપીલ,
- આ અપીલ નથી સરકારે આપ્યો આદેશ, લોક ડાઉનનો મતલબ પ્રજા સમજે તે જરૂરનું!