
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પાણીનું ટેન્કર મંગાવાની અદાવતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પાલિકાના મહિલા સભ્યે ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી:
ધાર્મિક કાર્યક્રમ માં મહિલા પાલિકા સભ્ય એ પાણીના ટેન્કર મંગાવતા આરોપી જાણી જોઈ મોડે મોડે આવતો હોવાની ફરિયાદ;
પાણીનું ટેન્કર મંગાવાની અદાવતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પાલિકાના મહિલા સભ્ય શાહેનૂર પઠાણ દ્વારા ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી છે,
પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી શાહેનૂર પઠાણ રાજપીપલા નગરપાલિકા સભ્યછે તેઓએ નગરપાલિકામાં પાણી વિભાગમાં ટેન્કર ઉપર આરોપી અરબાઝ અસ્લમખાન બલુચી નોકરી કરતો હોય ફરીયાદી તેના વોર્ડમાં રહેતા લોકોની પાણીની સમસ્યા તેમજ ધાર્મિક પ્રસોગોપાત પાણીના ટેન્કરની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા રાજપીપલા પાણી વિભાગમાં જાણ કરી પાણીના ટેન્કરો મંગાવવા માટે ઓફિસમાં જાણ કરી પાણીનુ ટેન્કર લઇ સમયસર આરોપી અરબાઝ અસ્લમખાન બલુચીને જાણ કરવા છતા પોતે જાણી બુઝીને મોડે મોડે લઇ આવતો હોય જેને લઇ ફરીયાદીએ અવાર-નવાર ઠપકો કરતા જેની રીશ રાખી ફરીયાદી ના દિયર ના લગ્નનો વરઘોડો નીકળેલ તે સમયે આરોપી અરબાઝ નો કુટુબીઆરોપી અક્રમ ઉર્ફે અક્કુ બલુચી ફોરવ્હીલ ગાડી જે વર્ધીમાં જઇ પરત પોતાના ઘરે આવતા આગળ વરધોડો રોડની સાઇડમાં જગ્યા હોવા છતાં આરોપીએ પોતાના ફોરવ્હીલ ગાડી નહી કાઢી વારંવાર હોર્ન વગાડી વરઘોડાના માણસોની નજીકથી ગાડી લઇ આગળ જઇ ઉભી રાખી ફરીયાદી શાહેનૂર ના જેઠ સાજીદભાઈ સાથે હાથાપાઇ તેમજ ગાળાગાળી તેમજ ફરીયાદી સાથે પણ ગાળાગાળી કરી પતાવી દેવાની ગુન્હાહીત ધમકી આપી તેમજ તા. ૨૮/૧૧/૨૦૨૧ નારોજ સાહેદ અસ્ફાક મહેબુબ પઠાણ તથા જુનેદ ઇનામદાર સીધીવાડના નાકા પાસે સ્ટેન્ડ લેવા જતા આરોપીઓશાહેનુર તે શાહરૂખાન ઐયુબખાન પઠાણની પત્નિ રહે.રાજપીપલા આરબ ટેકરા તા.નાદોદ જી.નર્મદા (૧) અરબાઝ અસ્લમખાન બલુચી (૨) અક્રમ ઉર્ફે અક્કુ જેના બાપના નામની ખબર નથી જાતે બલુચી (૩) તોસીફખાન સીતાબખાન બલુચી ત્રણેય રહે રાજપીપલા સીધીવાડ તા.નાદોદ જી.નર્મદા એ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ છે.