
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘના ગુજરાત અધ્યક્ષ ચૈતરભાઇ વસાવા એ દિલ્હી ના સિંધુ બોર્ડર ખાતે કૃષિ વિરોધી ત્રણ કાયદાના વિરોધમાં છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા આંદોલન કારીઓની મુલાકાત કરી સમર્થન જાહેર કર્યું.
સંયુક્ત કિસાન મોર્ચાના આંદોલનકારીઓ અને આગેવાનો દ્વારા એમનું સ્વાગત કરી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અત્રે નોંધનીય છેકે અગાઉ આંદોલનની શરૂઆતમાં પણ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા એ રાકેશ ટીકૈતજીના સમર્થનમા આવ્યા હતા. રાકેશ ટીકૈત જ્યારે ગુજરાત પ્રવાસે હતા ત્યારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘ દ્વારા અંકલેશ્વર ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજની બેઠકમાં સંયુક્ત કિસાન મોર્ચા અને ફેડરેશનના આગેવાન હિંમતસિંહ ગુજ્જર, ગુરુબિત સિંહ માનગાડ, સુખજીતસિંહજી, સુરજીતસિંહજી જેવા આગેવાનો સાથે બેઠક યોજી ગુજરાતના ખેડૂતોને આ કાળા કાયદાઓની અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરવામા આવી. આવનાર સમયમાં આ ત્રણે કાળા કાયદા ઓને રદ કરાવવા માટે ગુજરાતમાં ખેડુત આંદોલન ને લયને ચર્ચા કરવામા આવી હતી.