
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૮૨, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૦૦ અને ટ્રુ નેટ
(True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૮૧૮ થઈ
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૬ દરદીઓને આજે રજા અપાઈ
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૨૦ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૩૧ દરદીઓ અને વડોદરા ખાતે ૪ દરદીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૮ દરદીઓ
સહિત કુલ-૬૩ દરદીઓ સારવાર હેઠળ
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૩,૨૧૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૧ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
રાજપીપલા:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૨ (બે) સહિત કુલ-૦૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૮૨, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૦૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૮૧૮ નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૬ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૯૬ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૫૯ દરદીઓ સહિત કુલ-૭૫૫ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૪ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૦ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૩૧ દરદીઓ સહિત કુલ-૬૩ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૫૪, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૬૩ સહિત કુલ-૪૧૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૩,૨૧૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૩ દરદીઓ, તાવના ૩૬ દરદીઓ, ઝાડાના ૫૨ દરદીઓ સહિત કુલ-૧૧૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૫૮,૨૪૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૪૯,૩૮૪ લોકોને વિતરણ કરાઇ છે.