
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,નર્મદા સર્જન વસાવા
સાગબારા ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતમાં યોજાયેલા લોક દરબાર કાર્યક્રમમાં પત્રકારોને આમંત્રણ ન આપવા પાછળ કોનો દોરી સંચાર;
કયા કારણોસર પત્રકારોને બોલાવાયા નહીં? શું તાલુકામાં ચાલતા ગેરકાનૂની ગોરખધંધાઓની પોલ ખુલી ન જાય તે માટે પત્રકારોને કાર્યક્રમ થી દુર રાખવામાં આવ્યા?
સાગબારા ખાતે જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિત વચ્ચે યોજવામાં આવેલા લોક દરબારના કાર્યક્રમ માં પત્રકારોને આમંત્રણ ન આપવા પાછળ કોનો દોરી સંચાર છે અને ક્યાં કારણોસર પત્રકારોને કાર્યક્રમ થી અળગા રાખવામાં આવ્યા તેવા સવાલો પત્રકારોમાં ઉભા થયા છે.
તાલુકા મથક સાગબારા ખાતેના પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ઉપસ્થિત વચ્ચે સાગબારા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને બાદમાં તાલુકા પંચાયતના હોલ ખાતે લોક દરબાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના બની બેઠેલા સામાજિક આગેવાનો ને હાજર રાખવામાં આવ્યા હતા. ત્યારે આ યોજવામાં આવેલા લોક દરબાર ના કાર્યક્રમ માં સાગબારા તાલુકાના પત્રકારોનો કયા કારણોસર આમંત્રણ આપવામાં ન આવ્યું હતું અને પત્રકારો ને જિલ્લા પોલીસ વડ ના કાર્યક્રમ થી દુર કેમ રાખવામાં આવ્યા તેવા સવાલો પત્રકારો માં હાલ ચર્ચાઈ રહયા છે. શુ સાગબારા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ગોરખધંધાઓની પોલ જિલ્લા પોલીસ વડા સમક્ષ ખુલ્લી પડી ન જાય તે માટે પત્રકારોને લોક દરબાર ના કાર્યક્રમ થી દુર અળગા રાખવામાં આવ્યા હતા .
સાગબારા તાલુકાના પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતે તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખુલ્લેઆમ વિદેશી શરાબ વેચાય છે તેમજ સાગબારા તાલુકાનો એક બુટલેગર સાગબારા સહિત ડેડીયાપાડા તાલુકામાં વિદેશી દારૂનો મોટો સપ્લાયર બની બેઠો છે, ત્યારે બીજા અનેક નાના મોટા ગાયો, બળદો,ભેંસો ,વાંછરડાઓ સહિતના પશુધનની મહારાષ્ટ્રના કતલખાને ફેરફેરી જેવા અનેક ગોરખધંધા ઓની પોલ જિલ્લા પોલીસ વડા સામે ખુલ્લી ન પડે તે માટે દેશની ચોથી જાગીર સમા પત્રકારોને જિલ્લા પોલીસ વડાના લોક દરબાર કાર્યક્રમ માં આમંત્રણ ન કરવામાં આવ્યા હોવાનું હાલ તાલુકાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તેની પાછળ કોનો દોરી સંચાર છે તેની શુ જિલ્લા પોલીસ વડા તપાસ કરાવશે ખરા?