શ્રોત :ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
આજરોજ સંસદ મનસુખભાઇ વસાવાના વરદ હસ્તે વાલિયા તાલુકાના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરી લોકોના હિતાર્થે આજે શુભારંભ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે આજ રોજ વાલિયા તાલુકાના નવ નિર્મિત ગ્રામ પંચાયત ભવનનું સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરીયા, જાહેર બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ મંત્રીશ્રી નિશાંતભાઈ મોદી, વાલીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સેવન્તુભાઈ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ, સરપંચશ્રી કુસુમબેન ગોહિલ, તલાટીશ્રી તથા અધિકારીગણ સહિત વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.