શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજે 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના 42 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. તેમાં ઉપસ્થિત નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ભગુભાઇ પટેલ તથા વાંસદા તાલુકાના ભાજપના પ્રમુખ મણીભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ વિરલભાઇ વ્યાસ, પુર્વ ઉપપ્રમુખ તથા ચુંટણી ઇન્ચાર્જ મહેશ ગામીત ચુંટાયેલા સૌ સભ્યો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અગ્રણી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ વિરલભાઇ વ્યાસે જણાવ્યું હતું કે પાર્ટીએ બધાજ ઉતાર ચઢાવ જોયા છે. અને આજે જે પરિસ્થિતિ નિર્માણ થઇ છે તેના ફળ ચાંખવા મળી રહ્યા છે. ભગુભાઇ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પાર્ટીનાં ઘણા કાર્યક્રમો આવી રહ્યા છે. તેમને સફળ બનાવવા માટે આપણે સૌ એ કામે લાગી જવું પડશે અને મહેશ ગામીતે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ૪૧ વર્ષ પુરા કરી આજે ૪૨ માં વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ કાર્યકર્તાઓએ ગૌરવ લેવા જોઈએ કારણ કે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના યશસ્વિ કાર્યકર્તાઓ છીએ આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ અને દુનિયામાં દેશનુ નામ રોશન કરી રહ્યા છે તેમજ દેશની સુરક્ષા, આરોગ્યની ચિંતા, શિક્ષણનો વ્યાપ વધારવા માટે જે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વિચારો ભારત માતા ને સર્વોચ્ચ શિખરે બીરાજમાન તથા જોવાની ઇચ્છા શક્તિને આપણે સૌ સાથે મળી પ્રબળ બનાવીએ હિંન્દુ રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધીએ જનજન સુધી ભારતીય જનતા પાર્ટીના વિચારો પહોંચાડવા અનુરોધ કર્યો હતો.