
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વડોદરા રેન્જ આઇ જી. શ્રી. હરીક્રીષ્ણ પટેલ તથા નર્મદા જીલ્લા પોલીસ વડા શ્રી. હિમકરસિહ દ્વારા નર્મદા જીલ્લામા ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથાજુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને
માર્ગદશન સમગ્ર જીલ્લા ના પોલીસ અધિકારીઓને આપવામાં આવેલ હોય LCB નર્મદા પોલીસે રાજપીપળાના ટેકરા ફળીયા ખાતે રેડ કરી ચાર જુગારીઓ ને ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસે થી પોલીસે રુપિયા 20500 નો મુદ્દામાલ જપ્ત કર્યો,
શ્રી. એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ શ્રી. સી.એમ.ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે રાજપીપલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઈ બ.નં. ૫૩0નાઓને ચોક્કસ બાતમી મળેલ કે, ટેકરા ફળીયા, રાજપીપલા ખાતે કેટલાંક ઇસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહીતી મળેલ જે બાતમી આધારે શ્રી.સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક ઇસમો ટોળુ વળીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહેલ હોય તેઓને ઝડપી પાડયા હતા.
પોલીસે ઝડપી પાડેલાં જુગારીઓ માં (૧) જીગ્નેશભાઇ જયેશભાઇ વસાવા રહે. મોતીબાગ રાજપીપલા (ર) ઉમંગભાઇ નગીનભાઇ વસાવા (૩) રાકેશભાઇ રાજુભાઇ વસાવા (૪) નીતીનભાઇ વિજયભાઇ વસાવા ત્રણેવ રહે. ટેકરા ફળીયા રાજપીપલા તા.નાંદોદ નાઓનો સમાવેશ થાય છે.
ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર પૈસાની લગાઇથી રમી અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ કિ.રૂ. ૨૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓની વિરૂધ્ધમાં જુગારધારા ક.૧૨ મુજબ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે .