
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વલસાડ- ડાંગ રામુભાઇ માહલા
મહિલા સામે વિકૃત હરકતો કરતા આધેડ વિધુર ને મહિલા અભ્યમ ૧૮૧ ટીમે પાઠ ભણાવ્યો.
આજરોજ વલસાડ સીટીમાં એક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી આધેડ વયના વિદુરે મહિલાને પરેશાન કરી મૂકતા આખરે રોષે ભરાયેલી મહિલાએ તેને પાઠ ભણાવ્યો.
વલસાડ સીટીમાં એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા આશરે 50 વર્ષની વયમાં નોકરી પર આવતા જતા મહિલાને પરેશાન કરતો હતો. શરૂઆતમાં તો તેની હરકતોને ની ગંભીરતાથી નોંધ લેવાઈ ન હતી. પરંતુ આજે તે વારંવાર મહિલા ને હેરાન કરતા મહિલા રોષે ભરાઇ હતી. જેથી મહિલાએ તેમને સમજાવવા માટે ૧૮૧ ટીમ વલસાડની મદદ માંગી હતી. જેમાં તેમણે જણાવેલ કે તેઓ નોકરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને નોકરી પર ચાલતા જાય છે, ત્યાં તે યુવક તેમનો પીછો કરે છે, અને ગમે તેવા અપશબ્દો બોલે છે અને સોસાયટીમાં લોકોની અવરજવર ન હોય તેવી જગ્યાઓ પર ઇશારા કરી બૂમો મારે છે. અને છેડતી કરી હેરાન કરે છે અને જ્યાં નોકરી કરે છે ત્યાં બાજુમાં તે આધેડ યુવક દૂધની થેલી આપવા માટે જાય છે, જેથી આ દરેક મહિલાની સોસાયટીમાં પણ આવેલ જોતા અને રસ્તામાં મહિલાની છેડતી કરતાં મહિલા ૧૮૧ તેમની મદદ માંગી હતી. જેથી ઘટનાસ્થળ પર પહોંચી જાણવા મળેલ કે તેઓ દૂધની થેલી આપવા માટે આવેલ જ્યાં તેઓએ ગાડીની ચાવી લઇ લીધેલ છતાં તે યુવક ગાડી લઈને ભાગી ગઈ જેથી મહિલાને લઈ ૧૮૧ તીમ તેમને સોસાયટીમાં શોધતા યુવાન મળી જતા તેમને કાઉન્સિલિંગ કરી અને કાયદાકીય માહિતી આપેલ અને સલાહ સુચન આપી વાતચીત કરતાં યુવાન ગભરાઈ જાય અને પોતાની ભૂલ કબૂલી અને મહિલાની માફી માંગી અને આજ પછી કોઈ પણ રીતે હેરાન ન કરવા માટે જણાવતા મહિલા આગળ કોઈપણ કાર્યવાહી ન કરવા જણાવતા ગભરાયેલી મહિલાએ મહિલાઓની સાચી સહેલી ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.