શિક્ષણ-કેરિયર

પીપલખેડ અને કાવડેજ પ્રા. શાળામાં સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સક્ષમ યુવિકા કાર્યક્રમ યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

પીપલખેડ પ્રાથમિક શાળા અને કાવડેજ પ્રાથમિક શાળામાં સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સક્ષમ યુવિકા કાર્યક્રમ યોજાયો હતો: 

વાંસદા : જિલ્લા પંચાયત નવસારી આયોજિત વાંસદા તાલુકાના પીપલખેડ તથા કાવડેજ પ્રાથમિક શાળામાં સક્ષમ યુવિકા કાર્યક્રમ દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત વાંસદા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી દશરથભાઈ ભોયા જણાવ્યું કે ગુજરાત સરકાર નારી સશક્તિકરણ અંતર્ગત વિવિધ યોજના દ્વારા નારી સમાજમાં ઉન્નતભેર આગળ આવે તે માટે નવસારી જિલ્લા પંચાયતએ સક્ષમ યુવિકા કાર્યક્રમ પ્રાથમિક શાળામાં યોજી ખુબ સુંદર પહેલ કરી છે. આ પ્રોજેક્ટમાં શિક્ષણ વિભાગ, આઇ. સી. ડી. એસ તથા આરોગ્ય વિભાગ સંકલનમાં રહી શાળામાં ભણતી કિશોરીને લગતી સમસ્યા, એમની આરોગ્યલક્ષી બાબતોની જાણકારી મળશે, તેમજ કન્યાઓ ના શારીરિક, માનસિક, અને બૌદ્ધિક વિકાસની વિવિધ તજૈજ્ઞો દ્વારા જાણકારી આપવામાં આવશે. ઉપસ્થિત વાલીઓએ પણ બાળકના વિકાસ માટે દયાન આપવું જરૂરી છે.

વધુમાં ઉપ પ્રમુખશ્રીએ આજના આયોજીત કાર્યક્રમ શિક્ષક, વાલી, બાળકોના સહયોગથી ખુબ સફળ અને ઉપયોગી થઈ રહે તેવી શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમાં ગામના સરપંચ, એસ. એમ. સી. અઘ્યક્ષ, સભ્યો, વાલીઓ, આરોગ્યના કર્મચારી, આંગણવાડી બહેનો, મિશન મંગલમના બહેનો શાળાના આચાર્ય, સ્ટાફ સહીત મોટીસંખ્યામાં  ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है